મધ્યપ્રદેશ 214 રનમાં ઓલ આઉટ: ગુજરાતનો સ્કોર 64/2: પ્રિયાંક પંચાલ ક્રિઝ પર
અબતક-રાજકોટ
રાજકોટમાં ચાલતી રણજી ટ્રોફીની મેચમાં કેરાલાના પૂનમ અને રોહિતની સતકીય પારીની મદદથી મેઘાલય સામે પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી છે. જ્યારે બીજી મેચમાં મધ્યપ્રદેશની પહેલી પારી 214 રનમાં તંબુભેગી થઈ છે. જ્યારે હાલ પ્રિયાંક પંચાલ અને મનપ્રીત જુણેજા ક્રિઝ પર છે ત્યારે ગુજરાતનો સ્કોર બે વિકેટ પર 64 રન છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના રાજકોટ સ્થિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડ પર બે રણજી ટ્રોફીના મેચ રમાઈ રહ્યા છે. જેમાં સ્ટેડિયમ ગ્રાઉન્ડ-એ પર ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે ટક્કર જામી છે. તો ગ્રાઉન્ડ-સી પર કેરાલા અને મેઘાલય વચ્ચે મેચ રમાઈ રહ્યો છે. જેમાં ગઈ કાલે પ્રથમ દિવસ ગુજરાતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. જ્યારે અન્ય મેચમાં કેરાલાએ ટોસ જીતી મેઘાલયને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.
પહેલા દિવસના અંતે મધ્યપ્રદેશની ટીમે 7 વિકેટ પર 235 રનનો ખડકલો કર્યો હતો. જેમાં સૌથી વધુ શુભમ શર્માએ 92 રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે રજત પાટીદારે પણ અડધી સદી ફટકારી 54 રન કર્યા હતા. જ્યારે ગુજરાત તરફથી અર્ઝન નાગવાસ્વલ્લાએ 3 વિકેટ ઝડપી હતી.
બીજા દિવસ મધ્યપ્રદેશની ટીમ 274 રનમાં તંબુભેગી થઈ હતી. જેમાં ગુજરાત તરફથી અર્ઝનએ પાંચ વિકેટ ઝડપી હતી. તો રુષ કલારીયા અને ચિંતન ગજાએ 2-2 વિકેટ ઝડપી હતી. આજ લંચ સુધીમાં ગુજરાતએ પોતાની પહેલી ઇનિંગ્સમાં બે વિકેટના ભોગે 64 રન બનાવ્યા છે. જેમાં પ્રિયાંક પંચાલ 48 રન પર અને મનપ્રીત જુણેજા 9 રન પર ક્રિઝ પર રમી રહ્યા છે.
બીજા મેચની વેટ કરીયે તો ગઈ કાલે કેરાલાની ટીમે ટોસ જીતી મેઘાલયની ટીમને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. જેમાં ગઈ કાલે મેઘાલયની ટીમ માત્ર 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં મેઘાલયના પુનિત બીષ્ટએ કપ્તાન ઇનિંગ્સ રમીને 90 બોલમાં સ્ફોટક 93 રન બનાવ્યા હતા. જ્યારે કેરાલા તરફથી એથન ટોમએ 4 વિકેટ ઝડપી હતી. તો હાલ કેરાલા તરફથી પૂનમ રાહુલ 133 રન પર નાબાદ છે જ્યારે રોહનએ પણ સતકીય પારી રમીને 97 બોલમાં 107 રન ફટકાર્યા છે. તો કેરાલા કપ્તાન સચિન બેબી 52ના સ્કોર પર ક્રિઝ પર રહી પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી છે.