વિશ્ર્વ માતૃભાષા ગૌરવ દિનની ઉજવણી વી.વી.પી. એન્જીનીયરિંગ કોલેજની લાઈબ્રેરી દ્વારા અનોખી રીતે કરવામાં આવી હતી. જેના વી.વી.પી. લાઈબ્રેરીમાં રહેલા ગુજરાતી તેમજ હિન્દી ભાષાઓને લગતા અમુલ્ય પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું તેમજ “માતૃભાષાનું જીવનમાં મહત્વ વિષય પરની વિર્દ્યાીઓ માટે પોસ્ટર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વી.વી.પી.લાઈબ્રેરી દ્વારા ટેકનોલોજી બ્રાંચની વિર્દ્યાીની હેતલ મહેતાના હસ્તે દિપ પ્રાગટય કરી પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ત્યારબાદ વડાઓ દ્વારા પુસ્તક પૂજન કરવામાં આવ્યું હતું.
ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલએ જણાવ્યું હતું કે, જે પ્રજા માતૃભાષાનું મહત્વ ગુમાવે છે તે પ્રજા કાળક્રમે લુપ્ત ઈ જાય છે. કાર્યક્રમની પૂર્વ ભૂમિકા આપતા સંસના આચાર્ય ડો.જયેશભાઈ દેશકરે જણાવેલ હતું કે જો આપણી સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કારોને ટકાવી રાખવા હશે તો માતૃભાષાની જાળવણી વગર તે ટકી શકે તેમ ની. માતૃભાષાની જાળવણી કરવી, તેનું ગૌરવ જાળવવું એ આપણા સૌના અસ્તીત્વ માટે ખૂબ જ મહત્વની બાબત છે. આઈ.ટી. વિભાગના કર્મચારી પ્રદીપસિંહ સરવૈયા તરફી લાઈબ્રેરીને ૧૦૫ ગુજરાતી ભાષાના પુસ્તકો ભેટ સ્વરૂપે અપાયા હતા.
અંતમાં દરેક સ્ટાફ તેમજ વિર્દ્યાીઓને માતૃભાષાની જતન માટે પુસ્તકો વાંચવા-વંચાવવા માટે શપ લેવડાવવામાં આવ્યા હતા કે “હું મારી માતૃભાષાને જીવતી રાખીશ, હું મારી સંસ્કૃતિને જીવતી રાખીશ કાર્યક્રમમાં સંસના આચાર્ય ડો.જયેશભાઈ દેશકરના માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારી જીજ્ઞેભાઈ વ્યાસ, તમામ વિભાગીય વડાઓ, લાઈબ્રેરી કમિટી મેમ્બર્સ, ઓફિસ સ્ટાફ તા વિર્દ્યાીઓ ખાસ ઉપસ્તિ રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા લાઈબ્રેરીયન ડો.તેજસભાઈ શાહ તા લાઈબ્રેરી સ્ટાફના જયેશભાઈ સંઘાણી, કલ્પેશભાઈ છાંયા, બકુલેશભાઈ રાજગોર, ધવલભાઈ જોષી, હિતેષભાઈ ત્રિવેદી, દિપેનભાઈ વ્યાસ, કેતનભાઈ પરમાર, દર્શનભાઈ દવેએ ભારે જહેમત ઉઠાવી હતી.