આજે બાર માસી મસાલાનું વિતરણ કરાયું
ગોંડલ સંપ્રદાયના પૂ.ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં સોનલ સદાવ્રત સમારોહ ભવ્યાતિ ભવ્ય યોજાયો હતો. તેમજ આજે સવારે બાર માસી મસાલાનું વિતરણ સુધાબેન કનુભાઈ બાવીસી દ્વારા કરાયું હતું. ભાવનાબેન રોહિતભાઈ શાહ દ્વારા સૌપ્રથમ સાધર્મીકોનું ગરમ ચા સાથે નાસ્તો કનુભાઈ બાવીસીના હાથે વિતરણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દિપકભાઈ, રાજુભાઈ, અતુલભાઈ આદી સમગ્ર બાવીસી પરીવારના સભ્યો ઉપસ્થિત રહી અનુમોદના કરેલ હતી.
તથા આર.આર.બાવીસી પરીવાર દ્વારા પણ છાશની અનુમોદના હતી. આ તકે બિંદુબેને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. કાર્યક્રમનું સંચાલન નિલેશભાઈ શાહે કર્યું હતું. દર મહિને તા.૨૦ના શુઘ્ધ સામાયીકનું સમુહ આયોજન કરવામાં આવે છે. તેમજ સિનિયર સીટીજનના ફોર્મ વિતરણ શ‚ થઈ ગયેલ છે. આ તકે કાર્યક્રમને સફળ બનાવવા જયેશભાઈ માવાણી, પ્રદીપભાઈ માવાણી તથા સોનલ સેવા મંડળ જહેમત ઉઠાવી હતી.