શહેરભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન.

આવતીકાલે તા.૧૫ને મંગળવારે વૈશાખ વદ અમાસના દિવસે શહેરના ધાર્મિક સ્થળોએ શનિદેવની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં ભાવિકો શનિમહારાજને રિઝવવા પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવશે.

માલણ મંદિર

મામા સાહેબની જગ્યા રૈયા ગામના રસ્તે તા.૧૫ના રોજ શનિદેવ જયંતિ ધામધુમથી ઉજવવામાં આવશે. આ ધર્મોત્સવમાં લોકમેળા ફેઈમ કલાકાર ટીવી રેડીયો લોક સાહિત્યકાર, તુલસીદાસ ગોંડલીયા ઉપસ્થિત રહેશે. આ જન્મોત્સવમાં નાગેશ્ર્વર મહાદેવની આરતી બાદ દરરોજ સર્વેશ્ર્વરદાસબાપુ કાઠીયાવાડી ભૂખ્યાઓને ભરપેટ ભોજન દરરોજ આપે છે. આ ધર્મોત્સવ માટે કેશુભાઈ રાઠોડ, તુષાલભાઈ હર્ષદભાઈ રાઠોડ, સર્વે ભકતજનોએ જહેમત ઉઠાવી છે.

કોટેશ્ર્વર મહાદેવ મંદિર

કોઠારીયા કોલોનીના સુપ્રસિધ્ધ કોટેશ્ર્વર મહાદેવ મંદિરે શનિજયંતિ ઉજવણી કરવામાં આવશે. શનિ મહારાજને સવારે મંગળા આરતી, શ્રૃંગાર દર્શન સાંજે સાયકાલ મહાઆરતી કરવામાં આવશે. તથા મંદિરે શનિ જયંતિ નિમતિ વિશેષ ધાર્મિક અનુષ્ઠાનો યોજવામાં આવશે તથા જયજય શનિદેવ તેરી જયજયકાર તુ હી ન્યાયના દેવતાના જય ઘોષથી કોટેશ્ર્વર મંદિર ગુંજી ઉઠશે ધર્મપ્રેમી ભાવિકોને દર્શન તેમજ મહાઆરતી નો લાભ લેવા કોટેશ્ર્વર મંદિરના પૂજારી છગનગીરી ભારથી બાપુ ગોસ્વામીએ અનુરોધ કર્યો છે.

ચમત્કારીક હનુમાનજી મંદિર

રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા એ.જી.ચોકમાં ચમત્કારી હનુમાનજીની જગ્યામાં ચમત્કારીક શનિદેવ મંદિરે આવતીકાલે તા.૧૫ને મંગળવારે, વૈશાખવદ અમાસના દિવસે ચમત્કારીક હનુમાનજી કમીટી દ્વારા શનિદેવ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે.

જેમાં સવારથી જ શનિદોષ નિવારણ યજ્ઞ મંદિર તરફથી રાખી શ્રદ્ધાળુને યજ્ઞનો લાભ વિનામૂલ્યે મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમજ હરીવંદના કોલેજ ફીઝીયોથેરાપી દ્વારા વિનામૂલ્યે ગોઠણ વિગેરેના દુખાવાની ફીઝીયોથેરાપી સારવારની વ્યવસ્થા કરાઈ છે.

તેમજ ઈન્ડીયન તેમજ ઈન્ડીયન ડેન્ટલ એસો. દ્વારા વિનામૂલ્યે નિ:શુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે.તેમજ થેલેસેમીયાના દર્દીના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ સવારે ૯ થી સાંજના દશ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. અને સાંજે ૫ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

તેમજ શનિદેવ જન્મ જયંતિની ઉજવણી કેક કાપી કરાશે આ તકે અંજલીબેન રૂપાણી, માધવભાઈ દવે, વોર્ડ નં.૧૦ના પ્રમુખ રજની ગોલ, અશ્ર્વીન ભોરણીયા, બીનાબેન આચાર્ય સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ચમત્કારીક હનુમાનજી કમીટીના પ્રમુખ બળવંતસિંહ રાઠોડ ધર્મેન્દ્ર ડી. ભગત, ઘનશ્યામ ભટ્ટ, મેઘજી શીંગાળા સહિતના કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.