ઓખા અધીક માસની અમાસે સમુદ્ર સ્નાન, પુજા અર્ચના સાથે પુરુષોતમની પરીક્રમાં…
ઓખા ગામમાં દરેક ધાર્મીક ત્યવહાર અનોખી રીતે ઉજવવામાં આવે છે. તેમાંયે દર ત્રણ વર્ષે આવતો પુરૂષોતમ માસના પવિત્ર દિવસો માં આખો મહિનો પુરૂષોતમ ભગવાનની પરીક્રમાં પુજા સાથે સમુદ્ર સ્નાન, દરીયા પુજન અર્ચન કરી પૂણ્ય શાળી બને છે.
આજ રોજ પુરષોતમ માસની અમાસના. ઓખાની મહીલાઓ એ ઓખા ના દરીયા કાઠે ગોરમાની પુજા, સમુદ્ર સ્નાન તથા દ્વારકાધીશ મંદીરમાં પુરષોતમની સમુહ પરીક્રમાં સાથે વિશેષ પુજા કરી હતી. અને અધીક માસની અમાસની ભાવ ભરી ઉજવણી કરી હતી. આજે વિષેશ પિતૃ અમાસ હોય ત્યારે વેષ્ણવોએ પીપળે પુજા તથા પિત સમાન કાગને દરીયા ચોપાટી પર કાગ ગાઠીયા જમણ રાખીને તૃઓનું અનોખું તર્પણ કર્યુ હતુ.