મહિલા મંડળના બહેનો દ્વારા સ્વાગત ગીત ગાય આવકાર્યા
રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ – સી.એમ઼શેઠ પૌષધશાળાના આંગણે ગોંડલ સંપ્રદાયના પર મશ્રધ્યેય પૂ. ધીર જમુનિ મ઼સા. ના આજ્ઞાનુવર્તિ પૂ. પાર સમૈયા (પૂ. રંભાબાઈ મહાસતીજીના સુશિષ્યા) સ્વાધ્યાય પ્રેમી પૂ. વિમળાજી મહાસતીજી, તપસ્વીર ત્ના પૂ. પદ્માજી મહાસતીજી એવમ ઉત્સાહી પૂ. જિજ્ઞાજી મહાસતીજી આદી ઠાણા-3 નું ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશ કર વામાં આવેલ હતો.
માંગલિક અને સ્વાગત સવારે 7 થી 7:30 કલાકે રાખવામાં આવેલ છે. શેઠ ઉપાશ્રયેથી સંઘાણી સંપ્રદાયના પૂ. મહાસતીજીઓ આ ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશમાં પધારેલા હતા. આ ચાતુર્માસ પ્રવેશમાં હાજર ર હેલા પ્રમુખોશ્રી ભર તભાઈ દોશી, કિરીટભાઈ શેઠ, મહાવીર નગર ના પ્રમુખ પ્રફુલભાઈ જસાણી, ભુપેન્દ્રભાઈ બાટવીયા, શેઠ ઉપાશ્રયથી ર મેશભાઈ શેઠ, તનસુખભાઈ સંઘવી વિ. ઉપસ્થિત રહેલા હતા.
રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠએ પ્રવચન આપેલ હતુ. કાર્યક્રમનું સંચાલન વિણાબેન શેઠ એ કરેલ હતુ. બંને મહિલા મંડળના બહેનો દ્વારા સ્વાગત ગીતથી પ્રારંભ કર વામાં આવેલ હતો. આયોજનની માહિતી શ્રી બિપીનભાઈ પારેખ એ પુરી પાડી હતી. લાડવા અને ગાઠીયાની પ્રભાવના શ્રીસંઘ તર ફથી આપવામાં આવેલ હતી. વિવિધ દાતાઓ તર ફથી રૂ. પ0 ની પ્રભાવના આપવામાં આવેલ હતી. આ ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશમાં સેવા સમિતિના સભ્યો તથા મહિલા મંડળના બહેનો સક્રીય ર હેલ હતા.