શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ઼.શેઠ પૌષધશાળાના પ્રાંગણે
ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ઼સા. એવમ વિશાળ સંખ્યામાં સૌરાષ્ટ્રકેસરી પૂ.પ્રાણ પિરવારના 27 પૂ. મહાસતીજીઓની નિશ્રામાં રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના આંગણે રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘમાં કાળધર્મ પામેલ અખંડ સેવાભાવી પૂ. ભદ્રાબાઈ મહાસતીજીની તક્તી ના અનાવરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમા રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ ખાસ ઉપસ્થિત રહેલ હતા.
ડે.મેયર ડો. દર્શિતાબેન શાહના હસ્તે શિલાલેખનું અનાવરણ કરાયું
વૈયાવચ્ચ માટે શિલાલેખનું અનાવરણ દાતા પિરવાર તેમજ ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ એવમ સંઘપ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ તથા પ્રવિણભાઈ કોઠારી એવમ સંઘોના દરેક પ્રમુખોના હસ્તે કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે ગુજરાતરત્ન પૂ.શ્રી સુશાંતમુનિ મ઼સા. એ મંગલાચરણ કરેલ હતુ અને આશિર્વચન ફરમાવેલ હતુ. તપસમ્રાટ એવમ પૂ. સાહેબજીના સુશિષ્યા અખંડ સેવાભાવી પૂ. ભદ્રાબાઈ મહાસતીજીના શિષ્યાઓ સાધ્વીરત્ના પૂ. હસ્મિતાબાઈ મ઼ તેમજ સાધ્વીરત્ના પૂ. અજીતાબાઈ મ઼ એ તેમની રોયલપાર્ક ખાતેની અંતિમ સ્મૃતિઓને યાદ કરી ભાવાંજલિ સાથે તેમની શાસન અને સંપ્રદાય પ્રત્યેની અતુટ ભાવના અને સંપ્રદાય માટેનું અનેરૂ સંકલન ની પ્રશંસા કરેલ હતી તેમની વૈયાવચ્ચ-શિક્ષ્ાણ માટેની સ્મૃતિના તક્તીના અનાવરણ થી ભવિષ્યમાં અનેક આત્માઓને શાસન પ્રેરણા મળી રહેશે તેવી પ્રાર્થના કરેલ હતી.
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રી નમ્રમુનિ મ઼સા.ના આજ્ઞાનુવર્તિ ડો. પૂ. ડોલરબાઈ મહાસતીજીએ પૂ. મહાસતીજીની શાસન પ્રત્યેની અનેરી સેવાને બિરદાવી હતી અને 12-12 આત્માઓને સંથારાના પચ્ચકાણ આપી જે અનેરી અનુમાોદના કરેલ હતી તેની ભાવાંજલિ આપી હતી. સાધ્વીરત્ના પૂ. રૂપાબાઈ મ઼ એ તેમને યાદ કરતુ સ્તવન ગાય ને ભાવાંજલિ અર્પણ કરેલ હતી તેમજ ડુંગર હિર મહા-મહિલા મંડળના બહેનો તેમની યાદમાં સુંદર કૃતિઓ રજુ કરેલ હતી.