- પૂ.આગમદિવાકર પ્રેરિત જૈન ક્ધયા સુસંસ્કાર તીર્થ મધ્યે એકાસણાં તપ જપ ત્રિરંગી સામાયિક કરાવવામાં આવશે
- એકાસણાં તપમાં જોડાવવા ઇચ્છુક તપસ્વીઓ એ નામ તા.19 ગુરુવાર બપોર સુધીમાં લખાવવાના રહેશે
ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત *આગમદિવાકર પૂ.ગુરુદેવશ્રી જનકમુનિ મ.સા.* ના અંતેવાસી કૃપાપાત્ર શિષ્યરત્ન *શાસ્ત્રવિશારદ પંડિતરત્ન પૂ.મનોહરમુનિ મ.સા* ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નો દિવ્ય અવસર તપ જપ સામાયિક ની સાધના આરાધના સાથ તપોત્સવ ધર્મનગરી રાજકોટ મા બિરાજમાન પૂ. સંત સતીજીઓ ના સુમંગલ સાંનિધ્ય મા *આગમદિવાકર પૂ.શ્રી પ્રેરિત જૈન ક્ધયા સુસંસ્કાર તીર્થ* ના પાવન પ્રાંગણે તા.20શુક્રવાર ના સવાર ના 9 કલાક થી ઉજવવામાં આવશે.
એકાસણાં તપ જપ ત્રિરંગી સામાયિક મા જોડાવવા ઇચ્છુક શ્રદ્ધાવંત શ્રાવક ભાઈઓ બહેનોએ તા.20 શુક્રવારના સવારના 9 કલાક પહેલા જૈન સુસંસ્કાર તીર્થ મધ્યે આવી જવાનું રહેશે અને સામાયિક લેવાની રહેશે.સવારના 9.30 થી 11.30 પધારેલ પૂ. સંત સતીજીઓ ના શ્રીમુખે થી પરમાત્મા ની જિનવાણી નો લાભ લેવાનો રહેશે.બપોર ના 11.45 કલાકે સામુહિક શાતાકારી એકાસણાં કરાવવામાં આવશે બપોરના 2.00 થી 3.00 કલાકે નવકાર મહામંત્ર ની સામુહિક જપસાધના થશે ત્યારબાદ બપોરના 3.00 કલાકે હાજર રહેલ તપસ્વીઓનું તપ ની અનુમોદના થશે. એકાસણાં તપ તથા જપ સાધના સામાયિક ની અનુમોદના આગમદિવાકર પૂ.જનકગુરુદેવ ના સંસારી બહેન ગં.સ્વ.જશવંતીબેન શાંતિલાલ દફ્તરી પરિવાર તરફથી થશે.
એકાસણાં તપ તથા જપ સામાયિક મા જોડાવવા ઇચ્છુક શ્રાવક ભાઈઓ બહેનોએ સુચારુ વ્યવસ્થા માટે પોતાના નામ તા.19 ગુરુવાર બપોરના 4 વાગ્યા પહેલા નિમ્નલિખિત કોઈપણ એક સ્થાનક મા લખાવવાના અચૂક રહેશે.(1)શ્રી જૈન ક્ધયા સુસંસ્કાર તીર્થ જ્યોતિનગર,ક્રિસ્ટલ મોલ ની પાછળ, કાલાવડ રોડ, ઈંઘઈ ક્વાર્ટસ પછીની શેરી (2)શ્રી મનહરપ્લોટ સ્થા.જૈન સંઘ-શેઠ પૌષધશાળા (3)શ્રી રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ- સી.એમ.પૌષધશાળા વિશેષ માહિતી માટે ચંદ્રકાંતભાઈ દફ્તરી 9825223199 સી.એમ.શેઠ 9824043769 શ્રી ડોલરભાઈ કોઠારી 9825317333 નો સંપર્ક કરી શકાશે.
સેવા સંયમ શિક્ષણ ની અજોડ બેજોડ એવી ધર્મનગરી રાજકોટ ના શ્રાવક ભાઈઓ બહેનો ને વધુ મા વધુ એકાસણાં તપ જપ ત્રિરંગી સામાયિક સાધના આરાધના મા જોડાવવા શ્રી વર્ધમાન સેવા સંઘએ અનુરોધ કરેલ છે.