પડધરીના રસ્તે ચોકીઢાણીની બાજુમાં મારુતિ રેસીડેન્સી હાઇવે ટચ વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર નિર્મિત અને પડધરી જૈન સંઘ સંચાલીત માતુશ્રી કાંતાબેન ગુલાબચંદ ઝાંસા, શાંતિનાથ જૈન ઉપાશ્રયનું ઉદધાટન તાજેતરમાં અનુગ્રહ પ્રદાતા પૂ. ધીરગુરુદેવ તથા પૂ. પદમાની મ.સ. ઠાણા–૪ ની ઉ૫સ્થિતિમાં દેશ–વિદેશ ના ભાવિકોના જયનાદે અમીતા અને જગદીશ ઝોંસા તથા માતુશ્રી જયોત્સ્નાબેન ધીરજલાલ શાહ વ્યાખ્યાન હોલ વ કલ્પનાબેન અને ગીરીશભાઇ દેસાઇ તથા જી–સેવન ગ્રુપે ગૌતમ ગોચરી ગૃહ અને ડો. ચંદ્રાવાડીયા, જયંત કામદાર વગેરેએ પ્રેમ ધીર સ્વાઘ્યાય કક્ષનું ઉદધાટન કરેલ તાલોદધાટનનો લાભ નીતા રાજેશ શાહે લીધેલ.
સમારોહના પ્રારંભે રેખા ઝોંસાના ભકિતગીત બાદ અમીતા ઝોંસાએ ગુરુઋણ સ્વીકારી કહેલ કે આ જીવનમાં શચ્યાદાન મહાદાનની સમજ અને નામકરણનો જન્મદિન નીમીતે લાભ તેમજ માત્ર ૩ મહીનામાં સાતાકાર ઉપાશ્રય બન્યો આ બધું મિરેકલ જ છે. જે ગુરુકૃપા વિના શકય નથી.
પડધરીના ટ્રસ્ટી સુભાષ પટેલ, પરેશ પટેલ, બીપીન પટેલ, અશ્વીન શાહે દાતાઓનું સન્માન કરેલ. નિર્માણ નિયોજક નીલેશ બાટવીયાનું બહુમાન કરાયેલ. શ્રી રજનીભાઇ બાવીસીએ દાતાઓની ભાવનાને બિરદાવી હતી.
પૂ. ગુરુદેવે ધર્મસભાને જણાવેલ કે આહારના દાન કરતાં પાણીનું દાન કરતા વસ્ત્રોનું વસ્ત્રોનું દાન કરતા રજોહરણનું રજોહરણના દાન કરતાં ઉપાશ્રયનું દાન વધે છે. જીવનમાં સંકલ્પ કરતો કે માટે નાનું કે માટું શચ્યાદાન (વસતીદાન) કરવું જ છે.
આ પ્રસંગે વિલેપારલાના જયદીપ કામદાર ભદ્રેશ ડેલીવાલા, ઋષભ મહિલા મંડળ તેમજ નટુભાઇ શેઠ, પ્રતાપભાઇ વોરા, સુધીરભાઇ બાટવીયા, શીરીષભાઇ બાટવીયા, ભુપતભાઇ મહેતા, સતીષભાઇ શેઠ વગેરેની હાજરી હતી.