દોશી પરિવારમાંથી આવે છે એટલે તમો દોશી નહીં દો સિંહ છો: ગુરૂદેવ ધીરજમૂનિ મ.સા.
રાજકોટ ખાતે પૂ.ભવ્યમુનિજી મ. સા.એવમ્ પૂ.હષેમુનિજી મ.સા.નું તા.19/11/2021 ના પરિપૂર્ણ થયું. બંને સંતો તા.21/11/2021 ના રોજ ઋષભદેવ સંઘમાં પધાર્યા. પૂજ્ય ભવ્યમુનિ મ.સા.નું આરોગ્ય થોડા સમયથી બરોબર રહેતું નથી.યુરિન વગેરેમાં તકલીફ થતી. પૂ.ગુરુદેવ રાજેશમુનિ સમક્ષ પૂ.ભવ્યમુનિજીએ પોતાના ભાવો વ્યક્ત કર્યા કે મારે હવે અંતિમ સમયની આરાધના કરી આત્મ કલ્યાણ કરવું છે. મને આલોચના,પ્રાયશ્ચિત,સંલેખના વગેરે કરાવી અનતી કૃપા વરસાવો.પૂ.ગુરુદેવની આજ્ઞાથી 22/11/2021 થી તેઓએ ઉપવાસ તપની આરાધના શરૂ કરી.હોમીઓપેથી દવાનો આગાર રાખેલ.
દશમાં ઉપવાસે યુરિન બંધ થઈ જવાથી હોમીયોપેથિક દવા લીધી.સેવાભાવી ડો. સુનિલભાઈ મહેતા મેડિકલ બાબતનું સુયોગ્ય માગેદશેન આપતા.એક,બે કરતાં તા.22/12/2021 ના 30 ઉપવાસ પૂણે થયા.અત્રે નોંધનીય છે કે ગોંડલ સંપ્રદાયના અગ્રણીઓ તથા રાજકોટના સ્થાનકવાસી જૈન સંઘોના પ્રતિનિધિઓ ,21/12/2021 ના રોજ ઋષભદેવ ઉપાશ્રયે જઈ તપસ્વી પૂ.ભવ્યમુનિજી મ.સા.ના તપની શાતા પૂછેલ.ગોં. સં.ના પરમ શ્રધ્ધેય પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.,પૂજ્ય સોનલજી મ.સ.,પૂ.મીનળજી મ.સ.,પૂ.ગુણીજી મ.સ.,પૂ.મીનાજી મ.સ.,ઉત્તમ પરિવારના પૂ.ગીતાજી મ.સ.,પૂ.પૂનિતાજી મ.સ.,લીંબડી ગોપાલ સંપ્રદાયના પૂ.જયંતિકાજી મ. સ.આદિ પૂ.મહાસતિજીઓ ઋષભદેવ સંઘ ખાતે પધારી તપસ્વી પૂ.ભવ્યમુનિજી મ.સા.ની શાતા પૂછેલ.પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સાહેબે કહેલ કે મુનિરાજ આપને ધન્ય છે.તમો દોશી પરિવારમાંથી આવો છો..એટલે તમો દોશી નહીં, દો સિંહ છો..સિંહ જેવા શૂરવીર છો.તમોને અમારા સાધુવાદ છે.22 તારીખે પૂ.ભવ્યમુનિજીએ પૂ.ગુરુદેવ રાજેશમુનિ સમક્ષ પૂન : ભાવ વ્યક્ત કર્યા કે હે ગુરુ ભગવંત હવે મારે દવાનો પણ ઉપયોગ કરવો નથી.મને સંથારો કરાવી કૃપા વરસાવો…કૃપા વરસાવો.
પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સાહેબે 22/12/2021 ના પૂ.ભવ્યમુનિ મ.સા.ની ભાવનાનો સ્વીકાર કરી સંથારાના પચ્ચખાણ કરાવેલ.શ્રી ઋષભદેવ સંઘ ખાતે તા.26/12/2021 ના પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સાહેબે પ્રવચન દરમ્યાન ચતુર્વિધ સંઘને માહિતગાર કર્યા.પૂ.ગુરુદેવ રાજેશ મુનિ મ.સા.,પૂ.હષેમુનિજી મ.સા.,પૂ.રત્નેશમુનિજી મ.સા.તથા પૂ.તત્વજ્ઞમુનિજી મ.સા.રાજકોટ, શ્રી ઋષભદેવ સંઘ ખાતે પૂ.ભવ્યમુનિજી મ.સા.ની સેવા – વૈયાવચ્ચ કરી રહેલ છે.પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી સાધ્વી રત્ના પૂ.પુષ્પાજી મ.સ.,પૂ.ચંદનજી મ.સ.આદિ સંઘમાં બીરાજમાન છે.અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ ત્રણ દાયકા પૂર્વે રાજકોટની પાવન ભુમિ શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘના ઉપક્રમે વિરાણી પૌષધ શાળામાં દેવોને પણ દૂલેભ એવો કરેમિ ભંતેનો પાઠ પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સા.ના શ્રીમુખેથી ભણી સંયમ ધમે અંગીકાર કરેલ.
મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે તા.30/6/1991 ના દિવસે રાજકોટની ધન્ય ધરા ઉપર પૂ.ભવ્ય મુનિ મ.સા.ની દીક્ષા એકદમ સાદાઈથી છતાં ગરીમા એવમ્ ગૌરવ પૂણે માહોલમાં ભવ્યાતિભવ્ય સંયમ મહોત્સવ ઉજવાયેલ.આઠ – આઠ દિવસ સંયમની અનુમોદનાર્થે અનેકવિધ તપ – ત્યાગના રૂડા આયોજન થયું હતુ.સંયમ અંગીકાર કર્યાબાદ પૂ.ભવ્યમુનિજી મ.સાહેબે જિનાજ્ઞા અને ગુરુ આજ્ઞામય જીવન બનાવ્યું. તેઓશ્રીએ અનેક નાની – મોટી તપ સાધના કરેલી છે.ધન્ય છે..વંદન છે.. અભિનંદન છે તપસ્વી પૂ.ભવ્યમુનિજી મ.સા.ને… આવા તપસ્વી રત્નો થકી જ જિન શાસન જયવંતુ,વિજયવંતુ અને ઝળહળતુ રહ્યું છે.તેઓના તપ માગેની ભૂરી – ભૂરી અનુમોદના કરી વારંવાર સુખસાતા પૂછીએ છીએ.
દર્શનનો સમય : સવારે 9: 30 થી 12: 30 અને સાંજે 3:30 થી 5 :00 સરનામું શ્રી ઋષભદેવ સ્થા.જૈન સંઘ, તિરુપતિ સો.શેરી નં.1, નવી કેન્સર હોસ્પિટલ સામે, નિમેલા કોન્વેન્ટ રોડ,રાજકોટ.મો.94267 12289
સંકલન: મનોજ ડેલીવાળા