માત્ર 1 જૈનના ઘરમાં ગ્રામવાસીઓની ભકિતથી પ્રથમવાર ચતુર્વિધ સંઘના ચાતુર્માસથી ધર્મોલ્લાસ
જામનગર (દ્વારકા) જિલ્લાના ભાણવડ તાલુકાના જશાપર ગામના પ0 વર્ષ સુધી સરપંચપદે સેવારત અને 80 વર્ષની વયે દીક્ષા અંગીકાર કરનાર પૂજયપાદ પ્રેમમુનિ મ.સા. અને પૂ. ધીરજમુની મ.સા. (પિતા-પુત્ર) એ ઉલેટામાં જૈન દીક્ષા અંગીકાર કરેલ.
જામજોધપુરથી 23 કી.મી. અને જશાપર ગામની વસતી 2 હજાર લોકોની અને જૈનનું માત્ર એક જ ઘર હોવા છતાં ગ્રામવાસીઓની ભકિતના કારણે જશાપરના ઇતિહાસમાં પ્રથમવાર સંત સતીજીઓના ચાતુર્માસનો સુયોગ પ્રાપ્ત થતા સર્વત્ર ધર્મોલ્લાસ છવાયો છે.
ચાતુર્માસ કમિટીના નારણ ગાગલીયાની યાદી મુજબ પૂ. ધીરગુરુદેવના અનુગ્રહથી પ્રેમગુરુદેવની જન્મભૂમિ સ્થળે 2015માં મનહરભાઇ અને મુકતાબેન પારેખ ઉપાશ્રયનું નિર્માણ તેમજ 2021 માં 100 વર્ષ જુના ભવનનું નૂતતીકરણ અને 2022માં ગામનો પાદરમાં શ્રીમતિ માલિનીબેન કિશોરભાઇ સંઘવી સેવા સંકુલમાં હોલ અને 6 રૂમ તેમજ અનિલકુમાર ભૂપતલાલ મણિયાર ભકિત ભવનનું નિર્માણ તેમજ 1941 માં નિર્મિત પ્રાથમિક શાળામાં માલિનીબેન કિશોરભાઇ સંઘવી સાંસ્કૃતિક ભવનનું નિર્માણ પૂર્ણતાને આરે છે. રામ મંદિરનું નૂતનીકરણ તેમજ પ્રવેશ દ્વાર બસ સ્ટેન્ડ પાણીની પરબ જેવા કાર્ય પૂર્ણ થયેલ છે.
ચાતુર્માસમાં બહારગામથી પધારનારા મહેમાનો એ અગાઉથી જાણ કરવી. જેથી નાના ગામમાં વ્યવસ્થામાં સુગમતા રહે. તેમ ચાતુર્માસ કમિટીની અખબારી યાદીમાં જણાવાયું છે.
પૂ. ધીરગુરુદેવનો માસાંતે વિહાર
પૂ. ધીરગુરુદેવ મે મહિનાની આખરમાં વિહાર કરીને પડધરી, ધ્રોલ, જામનગર, લાલપુર થઇને તા. 26-6-22 ને રવિવારે સવારે 9.15 કલાકે સર્વ મંગલ ચાતુર્માસાર્થે સાઘ્વીજી પૂ. ગુણીબાઇ મ.સ., પૂ. મીનાજી મ.સ. આદિ ઠાણા સહતિ પધારશે.