ઓનલાઇન સાંજી સ્તવન અને અનુમોદના દ્વારા ધન્ય બનતા દેશ-વિદેશના હજારો ભાવિકો
૩૬ આત્માઓને સંસાર સાગરી ઉગારનારા, દેશ-વિદેશમાં પ્રભુ ધર્મની ધજા-પતાકા લહેરાવીને હજારો આત્માઓનું કલ્યાણ કરાવી રહેલા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાસાનિધ્યેપૂજ્ય પરમ કૃપાજી મહાસતીજી અને પૂજ્ય પરમ નમસ્વીજી મહાસતીજીની ૩૦ ઉપવાસની આરાધના કરીને તપસાધનાનો જય જયકાર વર્તાવી રહેલ છે.
ગરવા ગઢ ગિરનારની ધન્ય ધરા પર ૪૦ સંત-સતીજીઓ સો ચાતુર્માસ કલ્પ વ્યતીત કરી રહેલાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના મુખેી ૬ વર્ષ પહેલાં દીક્ષા અંગીકાર કરનારા પૂજ્ય પરમ કૃપાજી મહાસતીજી અને આઠ મહિના પહેલાં કોલકાતામાં દીક્ષા ગ્રહણ કરનારા ૨૦ વર્ષીય પૂજ્ય પરમ નમસ્વીજી મહાસતીજીની આ ઉગ્ર તપશ્ચર્યા સો ૬ વર્ષ પહેલા દીક્ષા ગ્રહણ કરનારા પૂજ્ય પવિત્રાજી મહાસતીજી ૧૩માં ઉપવાસની આરાધના કરી આગળ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયી કોરોના મહામારીના કારણે જ્યાં હજારો ભાવિકો ધર્મક્ષેત્રમાં ન જઈ શકતા હોવાી ધર્મબોધી વંચિત બની રહ્યા છે ત્યાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની દીર્ઘદ્રષ્ટિ અને કુનેહી લાઈવ પ્રસારણના મધ્યમે દેશ-વિદેશના હજારો ભાવિકો ન માત્ર સંત-સતીજીઓના દર્શન વંદનનો લાભ પામી રહ્યા છે પરંતુ બોધ પ્રવચનનું શ્રવણ કરીને ધન્ય બની રહ્યા છે.
દેવ-ગુરુની કૃપાી સુખ-શાતાપૂર્વક નિર્વિઘ્ને માસક્ષમણ તપ પરિપૂર્ણ કરી રહેલા મહાસતીજીઓના પારણા મંગળવાર તા: ૦૪/૦૮/૨૦૨૦ ના દિને રાખવામાં આવ્યા છે.
પ્રભુ નેમનાના શરણમાં, ગઢ ગિરનારની ગોદમાં, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના ચરણ શરણમાં મહાસતીજીઓની ઉગ્ર તપશ્ચર્યાનો રણકાર સહુને વંદિત અભિવંદિત અહોભાવિત કરી રહ્યા છે.