મુમુક્ષુ નિસર્ગએ ધારણ કર્યુ યોગ હર્ષ વિજયજી મ.સા. નવુ નામ
રાજકોટના વર્ધમાનનગર જૈન દેરાસરને આંગણે 4ર વર્ષ પહેલા પૂ. નયદર્શન વિજયજી મ.સા. ની દિક્ષા થયેલ તેઓ પૂ. આચાર્ય દેવ શ્રીમદ્દ વિજયરામચંદ્ર સુરીશ્ર્વરજી મ.સા. ના શિષ્ય બન્યા વર્ધમાનનગરની આ ધન્ય ધારા પર ફરીથી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. 4ર વર્ષ નાબોલા સમયબાદ ફરીથી 18 વર્ષનો એક નવ યુવાન નિસર્ગ હિતેનભાઇ શાહ આજે દીક્ષા અંગીકાર કરી છે.
આ દીક્ષા મહોત્સવ પ્રસંગે ર9 થી તા.7 નવાન્વિહ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. વિવિધ ધાર્મિક પ્રસંગોની વણઝાર વર્ધમાનનગર જૈન દેરાસર ખાતે કરવામાં આવી હતી જે અંતર્ગત શ્ર્વેત રંગ કેશરભીનો ઉમંગ વસ્ત્રો રંગવાનો કાર્યક્રમ ખુબ જ ઉલ્લાસપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ પ્રસંગોચીત વચન આચાર્ય દેવ શ્રીમદ્દ વિજય હર્ષશીલ સૂરીશ્રવરજી મ.સા. દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારબાદ સવારે 9.15 કલાકે વર્ધમાન નગર જૈન ઉપાશ્રય ખાતે લીલાવંતીબેન ભોગીલાલ પ્રેમચંદ શાહના જીવનમાં અનેક સુકૃત્યોની અનુમોદનાર્થ હ. આશાબેન મુકેશભાઇ શાહ તું વિતરાગી હું તારો રાગી નૂતન શ્રી વિતરણ સ્તવ પુજા ભણાવવામાં આવી જેમાં આ પ્રસંગે ખાસ અમદાવાદથી પધારેલ જાણીતા સંગીતકાર સની શાહ દ્વારા સંગીત આપવામાં આવ્યું ઝગમગ એના રુપને જોઇ આચ દુનિયા શરમાતીજી પરમાત્માની ભાવ્યતી ભવ્ય અંગ રચના સહ સંગીતના સથવારે મહાપૂજા સંગીત પરમહિત ભકિત મંડળ ભણાવવામાં આવી હતી.
સમગ્ર તમામ ધાર્મિક કર્યો નૈસગીંક નિવેદપથ નિર્વાહક, શાસનપ્રભાવક પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય હર્ષશીલ સુરીશ્ર્વરજી મ.સા. પૂ. ગણીવર્ય હેમતિલક વિજય મ.સા. તથા પર્યવ્ય સ્થવીર પૂ. કુમુદચંદ્રવિજયજી મ.સા. તથા પૂ. તપાગચ્છાપતિ વિજય રામચંદ્રસુરીશ્ર્વરજી મહારાજાના સમુદાય વર્તી વાત્સલ્ય નિધી પૂ. સાઘ્વીજી નિર્મમાશ્રીજી મ.સા. ના શિષ્ય વિદુષીયુ ઇન્દુરેખાજી મ.સા. ના શિષ્યા, પૂ. નિરાગરેાખશ્રીજી મ.સા., પૂ. દિવ્યગીરાશ્રીજી મ.સા., પૂ. મોષનદિતાશ્રીજી મ.સા. આદિ ગુરુભંગવતો મિશ્રામાં હર્ષાલ્લાપૂર્વક ઉજવાયા હતા. આજે નિવૈદપથ સ્વીકાર વિજય રામચંદ્ર સુરી નિર્વેદપથ ઉઘાન, ત્રિભુવન ભુવન સ્થાનકવાનસી બોડીંગ યોજાઇ હતી.