સીંગાપોર જૈન રીલીજીયસ સોસાયટીના સથવારે પૂ. આચાર્ય લોકેશમુનિજીની વ્યાખ્યાન શ્રેણી ચાલી રહી છે. બે દિવસીય વ્યાખ્યાન શ્રેણીનો આજે બીજો દિવસ છે. ગઇકાલે વ્યાખ્યાન શ્રેણીમાં અનેક શ્રાવક-શ્રાવિકાઓએ જૈન ધર્મ દર્શનનો ઓનલાઇન લ્હાવો લીધો હતો. આજે પણ પૂ. આચાર્ય લોકોશમુનિ વ્યાખ્યાન થકી ભાવિકોને જૈન ધર્મ દર્શનમાં તરબોળ કરશે.
પૂ. આચાર્ય લોકેશમુનિજીએ ગઇકાલે લાઇવ પ્રવચન શ્રેણીમાં ધર્મ અને આઘ્યાત્મ વિશે માર્ગદર્શન આવતા જણાવ્યું હતું કે, સવારે ઉઠીને જયારે આપણે સુર્યદેવને પાણીનું અર્ઘ્ય ચડાવીએ છે એમાં પણ વિજ્ઞાન છુપાયેલું છે ધર્મની દરેકની પરંપરા પાછળ કોઇને કોઇ રીતે સાયન્સ રહેલું છે. વિજ્ઞાન અને આઘ્યાત્મક અલગ નથી પરંતુ એકબીજાના પુરક છે. આઘ્યાત્મ વગર વિજ્ઞાન અધુરું છે. તેમ જ વિજ્ઞાન વગર આઘ્યાત્મ અધુરૂ છે.
જૈન જીવન શૈલી ઉપર પ્રકાશ પાડતા પૂ. લોકેશ મુનિ મહારાજે જણાવ્યું હતું કે સૈઘ્ધાંતિક દ્રષ્ટિએ તમામ વ્યસનોથી મુકત રહેવું એ જૈન જીવન શૈલી છે. પૂ. લોકેશમુનિજીએ પાણીની મહત્વના ઉપર કહ્યું હતું કે, જીવસૃષ્ટિ મો પાણી ખુબ જરૂરી છે. આજની પેઢીએ પાણીનું મહત્વ જાણી બચાવવું જોઇએ જો આજે આપણી પાણી નહિ બચાવીએ તો આગામી વિશ્ર્વયુઘ્ધ પાણી ઉપર જ લડાશે તે નકકી છે.
વધુમાં કહ્યું હતું કે, ભગવાન મહાવીરે રાત્રી ભોજન નિષેધની વાત કહી છે ત્યારે આજે વિજ્ઞાને પણ સુતા પહેલા ત્રણ કલાક અગાઉ ભોજન કરી લેવાની સલાહ આપી છે. સંઘ્યા ભોજન બાદ 14 કલાક કંઇપણ ખાવું જોઇએ નહિ એટલે કે ર4 કલાકના દિવસમાં સળંગ 14 કલાક રાત્રીનો સમય ભોજન લીધા વગર પસાર થાય તો તેનાથી અનેક ફાયદાઓ થાય છે. મોટાપો ઘટે છે. ઉ.દા. આપતા જણાવ્યું હતું કે, જો તમે સાંજે 6 વાગ્યે જમો છો તો 14 કલાક પછી એટલે કે બીજા દિવસે સવારે 8 વાગ્યે ખાવુ: જોઇએ. વધુમાં કહ્યું હતું કે જે નિર્જળાનો નિયમ છે તેની પાછળ પણ વિજ્ઞાન છુપાયેલું છે.
જો વ્યકિત આઘ્યાત્મના શિખર સુધી પહોચવા માંગે છે તો તેણે પહેલા આહારના વિજ્ઞાનની જાણકારી મેળવવી પડશે, મહાવીરે પ્રારંભિક ચાર વેદ દર્શાવ્યા છે. તે પણ ભોજનને લઇને જ છે. ઉપવાસ વિશે સમજાવતા પૂજયએ કહ્યું હતું કે આપણે ઉપવાસ એટલે આહાર ગ્રહણ ન કરવો તે સમજયાં છીએ પરંતુ તે ખોટું છે. મહાવીરનો જે મંત્ર છે તે મુજબ ઉપવાસ એટલે આત્માની નજીક નિવાસ કરવો એટલે ઉપવાસ છે.
પરંતુ વધારે ખાવાથી અવશ્ય મૃત્યુને ભેટે છે. આપણું મન, બુઘ્ધિ, આત્મા, ઇન્દ્રિયો વગેરે આહારથી પ્રભાવિત થાય છે. એટલે જ તો આપણે આહારના વિવેકને સમજવો જોઇએ. ત્રણ પ્રકારનો આહાર છે. રાજસીક, તામસીક અને સાત્વિક જે ખોરાકમાં પ્રચુર માત્રામાં તેલ, ઘી, માખણ સમાયેલું છે તે રાજસીક આહાર છે. રાજસીક આહાર ઇન્દ્રિયોને પ્રદિપ્ત કરે છે ચંચળતા પેદા કરે છે જેણે સંન્યાસ માર્ગ અપનાવો છે તેણે આ ખોરાક ટાળવો જોઇએ તામસીક આહાર એટલે લસણ, ડુંગળીવાળો આહાર આવો ખોરાક ઉતેજના, આક્રમકતા પેદા કરે છે.
ઉપવાસ કરવાથી મન શાંત રહે છે અને ધાર્મિક કાર્યમાં મન પરોવાય છે. મહાવીરે પણ સ્વાઘ્યાય, ઘ્યાન, તપસ્યા વગેરેના માઘ્યમથી જ્ઞાન પ્રાપ્ર કર્યુ હતું. આ દરેક ધર્મભાવના પાછળનું ભગવાન મહાવીરે આપણને વૈજ્ઞાનિક કારણ પણ દર્શાવ્યું છે.
ઉદોદરી શબ્દ સમજાવતા પુજયએ કહ્યું કે, ઉદોદરી એટલે પેટની ક્ષમતા કરતા ઓછો આહાર ગ્રહણ કરવો. આપણે સમાચાર પત્રોમાં ઘણીવખત વાંચતા હોઇએ છીએ કે આ બાળકનું કે આ વ્યકિતનું ભુખથી મૃત્યુ થયુ: પરંતુ તેઓ આ મુદ્દે પોતાના અનુભવના આધારે કહે છે કે વ્યકિત ભુખથી નહિ જયારે સૌથી શ્રેષ્ઠ સાત્વિક આહાર જ ઇન્દ્રિયોને સ્વસ્થ રાખવાની સાથે શરીરની શકિતને પણ ટકાવી રાખે છે. કેરીનો રસ, પુરી, બાસુંદી વગેરે ખાવાથી કોઇ યોગ ગુરૂ કે બાબા રામદેવ નથી બની જવાતું વિવિધ આહારમાં આપણે જો ભગવાન મહાવીરની વાત જીવનમાં ઉતારીએ તો આપણે ચોકકસ સુખી થઇએ, સાયન્ટિફીક એપ્રોચથી જો આપણે જીવનમાં આગળ વધીએ તો જીવનમાં ચોકકસ બદલાવ આવે છે. તાજેતરમાં જ આપણે કોરોના મહામારીમાં પસાર થયાં ત્યારે આખી દુનિયાએ જૈન જીવન શૈલી અપનાવી જો તમે ગુડ જૈન બનો તો તમે ગુડમેન આપોઆપ બની જાઓ છો.
આપણી ભારતીય પરંપરામાં રસોઇમાં કાલીમીર્ય, લીંબુ, હળદર, આદુ વગેરેનો પ્રયોગ થાય છે જે આજે ઇમ્યુનીટી વધારવા સચોટ પુરવાર થયું. આજે મેડીકલ સાયન્સે પ્રાચીન યોગ, ઘ્યાનનું મહત્વ જાણ્યું. વધુમાં પુજયએ જણાવ્યું કે ભગવાન ઋભથી લઇ ભગવાન મહાવીર
સુધી જ કોઇની પ્રતિમા જોવા મળે છે તે અલગ અલગ યોગ મુદ્રામાં જ જોવા મળે છે ઘ્યાનનો એક પ્રકાર અનુલોમ- વિલોમ, પ્રાણાયાન જે આપણા ફેફસાને મજબુત બનાવે છે તે આજે લોકો અપનાવતા થયા.
જૈન જીવન શૈલી માનવજાત માટે કલ્યાણકારી છે. જૈન જીવનના સિઘ્ધાંતો સચોટ છે. આજે વિશ્ર્વભરમાં આયુર્વેદ પ્રોડકટની ડિમાન્ડ વધી કારણ કે લોકોએ તેનું મહત્વ જાણ્યું.
એક ઉદાહરણ આપતા પુજયએ જણાવ્યું હતું કે જયારે 1996માં મારુ જોધપુરમાં ચાતુર્માસ હતું. ત્યારે ત્યાં 92 વર્ષની ઉમરનું એક દંપતિ 3ર વર્ષથી વર્ષીતપ કરતું હોવાનું જાણવા મળ્યું, વર્ષીતપ કરવું એ કોઇ નાની સુની વાત નથી. આ દંપતિને જૈફ વયે પણ કોઇ બિમારી ન હતી. વર્ષીતપથી દીર્ધ આયુષ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીરે 2600 વર્ષ પહેલા જે સાયન્ટિફીક અઘ્યાત્મ આપ્યું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે.
પુજયએ સર્વે જૈન શ્રાવક-શ્રાવિકોઓને એક અપીલ પણ કરી કે જૈન આગમનનું મહત્વ રીસર્ચ કરી દુનિયાની સામે લાવો, જેથી આખી દુનિયાને મહાવીરને માનવા લાગશે, માનવજાતિના હિત, કલ્યાણ માટે જૈન દર્શનનો ફેલાવો કરવા જણાવ્યું.
આજે યુવાનોને ધર્મનું મહત્વ જો વૈજ્ઞાનિક રીતે સમજાવવામાં આવશે તો તે જરૂર માનશે, તમે જે જાપ, માળા, પૂજા ઉપાસના કરો છો તેમાં વૈજ્ઞાનિક ફાયદો રહેલો છે. વધુમાં કહ્યું હતું કે ઉંમરની સાથે જેમ ઉંઘ ઘટે છે એવી જ રીતે પ0 + પછી ખોરાકમાં પણ ચેન્જ લાવવો જોઇએ. એનાથી શારિરીક અને આઘ્યાત્મિક બન્ને રીત ફાયદો થાય છે.