ગો.સં.પૂ. જશ ઝવેર પરિવારના વડેરા, તીર્થસ્વરૂપા સુદીર્ઘ સંયમ સ્થવીરા શાસન ચંદ્રિકા ગુરૂણીશ્રી બા.બ્ર.પૂ. શ્રી હીરાબાઈ મ. બા.બ્ર.પૂ. સ્મિતાબાઈ મ. આદિ સતીવૃંદની પ્રેરણાથી શ્રી જૈનચાલ સંઘમાં તા.1-5ને રવિવારના રોજ પૂ.જશ ઝવેર કાયમી આઠમી પાખી પ્રતિક્રમણ આરાધના તકતી અનાવરણનો કાર્યક્રમ ગો.સં. સાહિત્ય પ્રેમી પૂ. ગૂરૂદેવ શ્રી દેવેન્દ્રમૂનિ મ. તથા ગુરૂણી બા.બ્ર.પુ. હીરાબાઈ મ.ના સુશિષ્યા તત્વચિંતક બા.બ્ર. પૂ.જયોતિબાઈ મ. બા.બ્ર.પૂ. સ્મિતાબાઈ મ. આદિ ઠા.ની પાવન નિશ્રામાં, શ્રુતિબેન, ઉમેશભાઈ ગોસલીયાના હસ્તે વિશાળ જન સમુદાયની પ્રેરક ઉપસ્થિતિમાં અપૂર્વ ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં સંપન્ન થયો મોટા સંઘ પ્રમુખ હરેશભાઈ વોરાના કાર્યક્રમને સહયોગ રહ્યો છે.
મહામંત્ર જાપ, ભકતામર સ્તોત્ર, ઉપસગ્ગહર, સ્તોત્રના મંગલ સ્મરણ બાદ પૂ. ગૂરૂદેવ તથા પૂ. સ્મિતાબાઈ મ.ના પ્રેરક પ્રવચનો થયા બાદ શ્રુતિબેન તથા ઉમેશભાઈએ ગુરૂજનોના આશીર્વાદ સાથે અનાવરણ આ કાર્ય થયું છે.
તેઓએ જૈન ચાલ સંઘનો આવો લાભ આપવા બદલ આભાર વ્યક્ત કરેલ સ્થા. જૈન મોટાસંઘના ઉપપ્રમુખ તથા જૈન ચાલ સંઘના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ દોશીએ પ્રાસંગીક ઉદબોધન કરેલ. મોટાસંઘના મંત્રી તથા રેસકોર્ષ પાર્કનાં ટ્રસ્ટી કમલેશભાઈ મોદી આદિ અનેક ભાવિકોની ભાવસભર ઉપસ્થિતિ હતી.
જૈન ચાલ સંઘના પ્રમુખ મનીષભાઈ દેશાઈ,દિપકભાઈ પારેખ,વિમલ મહેતા, હિતેશ દેસાઈ, તુષાર મહેતા, ધિરેન મહેતા આદિ સકલ સંઘમાં અનેરો ઉત્સાહ છવાયેલ હતો. માંગલીક કાર્યક્રમ સંપન્ન થયા બાદ અ.સૌ. શ્રુતિબેન ઉમેશભાઈ ગોસલીયા પરિવાર તરફથી સુંદર નવકારશીનું આયોજન રાખેલ. જેમાં વિશાળ સંખ્યાએ લાભ લીધો હતો. જૈનચાલ સંઘ તરફથી પ્રભાવના સાથે કાર્યક્રમ સફળ બનાવવામાં મનીષભાઈની ટીમ તથા હસુભાઈ મુકેશભાઈ રાણપરીયાએ જહેમત ઉઠાવી હતી.