ધોરાજીમાં ગોંડલ સંપ્રદાયના જૈન મુનિ પૂ. ધીરજમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ઉનાળુ છાશ યોજના માદરે વતન પ્રેમી હાલ કલકત્તા દિનેશભાઈના માતા ગુલાબબેન કેશવલાલ વોરા (ઘી વાળા)ની સ્મૃતિમાં લીધેલ છે. આ ઉનાળુ છાશ યોજના અંતર્ગત ધોરાજી જૈન સ્થાનકવાસી સંઘ દ્વારા ધોરાજીની કામદાર શેરીમાં રોજ સવારે 10:00 કલાકે 80થી 90 લીટર છાશનું વિતરણ લોકોને કરવામાંં આવ્યું હતું.

આ છાશ વિતરણ માં ધોરાજી ગોંડલ સંઘના પ્રમુખ શરદભાઈ દામાણી, કમલભાઈ મોદી તેમજ કામદાર શેરી યુવક મંડળના ભાઈઓ હાજર રહ્યા હતા આ તકે આ છાશના વ્યવસ્થાપક કમલભાઈ મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘ આવી જ ઘણી બધી સેવાકિય પ્રવૃત્તિઓ કરે છે.અને નગજનો સેવા ઓને બીરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.