ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરજમૂનિ મ.સા. કમાણી જૈન ભવન કલકત્તાનું ઐતિહાસિક અને યાદગાર ચાતુર્માસ તેમજ પૂર્વ ભારતમાં પૂ.જગ-જયંત ગૂરૂદેવ પ્રેરિત ઝરીયા, કતરાસ, ચાસ, આસનસાલ, લીલવા જૈન ચાલના જિર્ણોધ્ધાર અને સમ્મેતશિખરમાં સ્વાધ્યાય હોલ તદુપરાંત કમાણી જૈન ભવનના નવ્ય-ભવ્ય નવસર્જનના 11 કરોડના માતબર દાનથી દાન ધર્મનો જયજયકાર વર્તાયો હતો.
પૂ. ગૂરૂદેવનું ઈન્દ્રપ્રસ્થનગર-રાજકોટ ખાતે પાવન પદાર્પણક પ્રસંગે પ્રવૃત્તિની પૂ. વનિતાબાઈ મ.સ. આદિ સતીવૃંદ તેમજ સમિતિના સભ્યોપ્રવીણભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ, સુરેશભાઈ કામદાર તેમજ વિવિધ સંઘના પદાધિકારીઓ અને કલકતાના મનીષ દોશી, નિકુંજ શેઠ, મહેશ કોઠારી, હીરેન સંઘવી, ભાવેશ દામાણી સહિત 11 ભાવિકોની ઉપસ્થિતિમાં ગુરૂવંદના બાદ શ્રીમૂકિત શીલાજી મ.સ.એ સ્વાગત કરેલ કમલેશ શાહ, હરેશભાઈ વોરા, ધીરૂભાઈ વોરાએ પ્રાસંગીક પ્રવચન કરી શાસન પ્રભાવનાને બિરદાવી હતી. જયશ્રીબેન શાહે સૂત્ર સંચાલન કરેલ.
સાધર્મી સુપાત્ર ભકિતમાં ઉષાબેન પ્રતાપરાય કોઠારી, પ્રફુલભાઈ કોઠારીએ યોગદાન જાહેર કરેલ વડેરા પૂ. હીરાબાઈ મ.સ. આદિ, પૂ.સૂર્ય વિજય પરિવાર, સંઘાણીના પૂ. વર્ષાજી-હર્ષાજી મ.સ.આદિ, પૂ. વીણાજી મ.સા., પૂ.કિરણજી મ.સ., પુ. હસુતાજી મ.સ. આદિનું મિલન થયેલ તેમજ રજનીભાઈ બાવીસીની યાદીમાં જણાવાયું છે.
પૂ.ધીરગૂરૂદેવના સાનિધ્યે મહાવીરનગર સ્થા. જૈન સંઘના નવોદિત પ્રમુખનું અભિવાદન
ગોંડલ સંપ્રદાયના પૂ.ધીરગૂરૂદેવના સાંનિધ્યે મહાવીરનગર સ્થા. જૈન સંઘ રાજકોટના નવોદિતપ્રમુખ પ્રતાપભાઈ આર. વોરા, ઉપપ્રમુખ પ્રફુલભાઈ જસાણી વગેરેનું આગમન તતા ઈન્દ્રપ્રસ્થનગરનાં નલીનભાઈ બાટવીયાએ સહુને આવકાર્યા હતા. મીરા શાહે તિલકવિધિ કરી હતી સંઘ સેવા અને પંચમહાવ્રતધારીઓની વૈયાવચ્ચ જ પંચમકાળમાં તારનાર છે. તેમ ગૂરૂદેવે જણાવી સહુને નિષ્ઠા અને નીતિની પ્રેરણા આપી હતી.