અઢારે આલમ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્કૂલ કોલેજના છાત્રો દ્વારા સત્કાર સાથે હજારો ભાવિકોએ કર્યા દર્શન

દામનગર શહેર માં જેન શાસન પ્રભાવક પૂજ્ય ગુરુદેવ શ્રી જયેશચંદ્રજી મહારાજ સાહેબ અને પૂજ્ય ડો. શુપાશ્રય મહારાજ સાહેબ નો ભવ્ય ચાતૃર્માસ નગર પ્રવેશ દામનગર શહેર ના મુખ્ય પ્રવેશદ્વાર થી સ્થાનક વાસી જેન સંધ ઉપાશ્રય સુધી શાળા સ્કૂલ કોલેજો ના વિદ્યાર્થીની ઓ દ્વારા પુરા અદબ થી જેન  સંતો જયેશચંદ્ર મહારાજ અને ડો. શુપાશ્રય મહારાજ સાહેબ નો ભવ્ય સત્કાર સાથે નગર પ્રવેશ માં અઢારે આલમ ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ જ્ઞાતિ સંગઠનો વેપારી એવમ અગ્રણી ની વિશાળ હાજરી માં જંગમી તીર્થકરો સમાં સંતો ના આગમન થી સમગ્ર શહેર માં અદમ્ય ઉત્સાહ દામનગર દશાશ્રી સ્થાનક વાસી જેન સંધ માં આ વર્ષે ચાતૃર્માસ વાસ  માટે બોટાદ સંપ્રદાય ના આચાર્ય દેવ ગુરુદેવ શ્રી પૂજ્ય નવીનચંદ્રજી મહારાજ સાહેબ ના સુશિષ્ય વર્તમાન જેન શાસન પ્રભાવક પૂજ્ય જયેશચંદ્રજી મહારાજ સાહેબ અને પુજ્ય ડો.શુપાશ્રય મહારાજ સાહેબ બિરાજતા હોય.

જેન જેનોતર માં હર્ષઉલ્લાસ નગર પ્રવેશ માં સ્વયંભુ જન મેદની  પૂજ્ય ગુરુદેવ શ્રી એ આજ થી 23 વર્ષ પૂર્વે જન્મભૂમિ પાળીયાદ માં દીક્ષાગ્રહણ કરેલ મુંબઈ ગુજરાત કચ્છ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આદિ અનેક ક્ષેત્રે વિચરણ કરી પૂજ્ય ગુરુદેવ એ ખૂબ સુંદર ધર્મપ્રભાવ કરી અનેકો ને ધર્મપ્રેમી બનાવેલ વર્તમાન વર્ષ તેવો નો ચાતૃર્માસ વાસ દામનગર દશાશ્રી સ્થાનક વાસી જેન ઉપાશ્રય ખાતે પધારતા સમગ્ર દામનગર શહેર ની મુખ્ય બજારો માં શિસ્ત બદ્ધ વિદ્યાર્થીની ઓ વેપારી ઓ એ પૂજ્ય સંતો નો પુરા અદબ થી સત્કાર સાથે દર્શન કર્યો રોજ સવાર ના 9-30 થી 10-30 વ્યાખ્યાન ધર્મસભા માં જંગમી તીર્થંકર સમા પૂજ્ય જયેશચંદ્ર મહારાજ સાહેબ એવમ ડો સુપાશ્રયચંદ્ર મહારાજ સાહેબ વ્યાખ્યાન ફરમાવશે જેન જેનોતર સર્વ એ ધર્મલાભ મેળવવા અનુરોધ કરાયો પૂજ્ય જયેશચંદ્ર મહારાજ સાહેબ અને ડો શુપાશ્રય મહારાજ સાહેબ નો દામનગર શહેર માં  ચાતૃર્માસ નિવાસ થતા સુરત મુંબઈ અમદાવાદ ભાવનગર રાજકોટ વડોદરા સહિત ગુજરાત સહિત મહારાષ્ટ્ર ના અન્ય શહેરો માં વસતા દામનગર જેન શ્રાવકો એ પણ પૂજ્ય સંતો ના દર્શને પધાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.