નમ્રમુનિ મ.સા. એ માત્ર પ૦ વર્ષની ઉમંરમાં પ૦૦૦ થી વધુ શાસન પ્રભાવનાના કાર્યો કર્યા છે: આચાર્ય
અનેક અનેક જીવોના તારણહાર બનીને સર્વત્ર જિન શાસનની ધજા પતાકા લહેરાવીને જીવનને ધન્યાતિધનય બનાવી રહેલા રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા. ના પ૦મા જન્મોત્સવ નીમીતે આચાર્યો અને સંત-સતીજીઓ તરફથી સદભાવના શુભેચ્છાનો અવિરત પ્રવાહ સતત વહી રહ્યો છે.
લાઇવ પ્રસારણના માઘ્યમે ગુરુદેવને પ૦માં જન્મદિનની શુભેચ્છા-સદભાવના અર્પણ કરતા આ અવસરે ગણીવર્ય નયપદ્મસાગરજી મ.સા.એ કહ્યું હતું કે જન્મ તો અનેકોના થતાં હોય છે પરંતુ જન્મ સાર્થક તો નમ્રમુનિ મ.સા. જેવા વ્યકિતત્વનો જ થતો હોય છે જેમનું જીવન અનેકોના ઉત્થાન માટે વ્યતીત થતું હોય છે યુવાઓના તારણહાર, વિરલ વ્યકિતત્વના ધારક એવા આ સંત પોતાની સ્વયની સાધના સાથે અદ્વિતીય અને અદભુત કર્યા કરી રહ્યા છે આવા મહાન આત્માઓ આ સંસારમાં મળવા સહજ નથી હોતા.આચાર્ય કે.સી. મ.સ.ા વતી બાલમુનિ મ.સા.એ. કહ્યું હતું કે હજારોને ધર્મમાર્ગમાં જોડી રહેલા નમ્રમુનિ મ.સા. સંતના ત્રણ કર્તવ્ય સ્વરુપ સંસ્કૃતિનું રક્ષણ, સંસ્કારોનું રક્ષણ અને અનેક અનેક આત્માઓને સાચી શિક્ષા આપી પોતાના સંતત્વને યથાર્થ કરી રહ્યાં છે. માત્ર પ૦ વર્ષની ઉમરમાં પણ એમણે પ૦૦૦ થી વધુ શાસન પ્રભાવનાના કાર્યો કર્યા છે. કચછ આઠ કોટી મોટી પક્ષના આચાર્ય ભાઇચંદ્રજી મ.સા.એ. શુભેચ્છા અર્પણ કરતા કહ્યું કે, જેવી ઉત્કૃષ્ટ ભાવના સાથે નમ્રમુનિ મ.સા. શાસનની સેવા કરી રહ્યા છે એવી જ સેવા આગળ પણ ઉત્કૃષ્ટ ભાવે કરતાં રહે એવી મંગલ શુભેચ્છા અર્પણ કરીએ છીએ.આચાર્ય લોકેશમુનિ મ.સા.એ. યુવા પેઢીને ધર્મમાં જોડવાના અનુકરણીય કાર્યની પ્રશસ્તિ કરી શુભેચ્છા અર્પણ કરી હતી.વિરલપ્રજ્ઞા વિરમતીબાઇ મહાસતીજીએ આ અવસરે અત્યંત સુંદર અને ભાવવાહી શૈલીમાં કહ્યું હતું કે, અનેકોને તારવા, શાસનની પ્રભાવના કરવા પ્રબળ પુરુષાર્થ અને પ્રયત્ન કરી રહેલા ગુરુદેવનો દરેક સમય સફળતા તરફ ગતિ કરી રહ્યો છે. ત્યારે એમના આત્માની અંનતકાળની આવન જાવનની યાત્રા હવે વિરામ પામીને અંતિમ પડાવ પામે એવી મંગલ ભાવના ભાવીએ.આ અવસરે ગુરુદેવ પ્રત્યે જન્મદિન ની શુભેચ્છા અર્પણ કરતાં ગચ્છાધિપતિ આચાર્યદવ અભયદેવસૂરીશ્ર્વરજી મ.સા.એ અચલગચ્છાધિપતિ સાહિત્યદિવકર આચાર્ય કલાપ્રભસાગરસૂરીશ્ર્વરજી મ.સા. આચાર્ય ભગવંત રત્નસુંદરસુરીશ્ર્વરજી મ.સા. ગચ્છાધિપતિ આચાર્ય રાજેન્દ્રસુરીશ્ર્વરજી મ.સા. તેમજ લીંબડી ગોપાલ સંપ્રદાયના રામઉત્તમમુનિજી મ.સા. ના સુંદર ભાવો આલેખીત પત્રોનું વાંચન કરવામા આવતાં સહુના હ્રદય અહોભાવિત બન્યાં હતા.આ અવસરે પરમ સૌમ્યાજી મહાસતીજી અને પરમ સમયકતાજી મહાસતીજીએ સુંદર ભાવો સાથે ગુરુ ગુણ વંદનાવલીની હ્રદયસ્પર્શી પ્રસ્તુતિ કરી હતી.