જામનગર, હડિયાણા, ધ્રોલ, જોડીયા, લાઠી સહિત સૌરાષ્ટ્ર અને સુરતમાં આવેદન અપાયા
દ્વારકામાં પૂ. મોરારીબાપુ સાથે માજી ધારાસભ્ય પબુભા માણેકે કરેલા ગેરવર્તનનો આહીર સમાજ સાધુ સમાજ સરિક્ષતા સમાજનો ઉગ્રરોષ હજી શમ્યો નથી. જામનગર જોડીયા, હરિયાણા, ધ્રોલ, લાઠી, તથા સુરત વગેરે સ્થળોએ આહિર સમાજ, સાધુ સમાજ સહિતના હિન્દુ સમાજે સ્થાનિક કક્ષાએ આવેદનપત્રો આપી સરકાર સુધી અવાજ પહોંચાડી માજી ધારાસભ્ય પબુભા સામે કાયદાકીય પગલા લેવા માગણી કરી છે. પૂર્વ ધારાસભ્ય સામે સરકાર ગુનો નોંધી પગલા ભરે તેવી પૂ. બાપુના ચાહકોએ માગણી કરી છે.
જામનગર: કાકાર મોરારિબાપુ દ્વારકાધીશ મંદિરે કૃષ્ણ ભગવાન સમક્ષ માફી માંગવા આવ્યા ત્યારે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે ત્યાં અચાનક આવીને મોરારિબાપુ પર હુમલો કરવાની કોશિશ કરી હતી. આ સમગ્ર ઘટનાને જામનગર આહિર સમાજે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. આહિર સમાજના પ્રમુખ કરશન કરમુર તથા મંત્રી રણમલભાઈ કાંબરીયાની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સપ્રત કરી કાયદાકીય કાર્યવાહી કરવા માંગણી કરી હતી. આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે મોરારિબાપુએ કૃષ્ણ ભગવાન અને બલરામજી વિશે વ્યાસપીઠ પરથી કરેલી ટીપ્ણીટોપી આહિર સમાજ અને હિન્દુઓની લાગણી દુભાણી હતી. આહિર સમાજે મોરારિબાપુ સાથે ચર્ચા કરી તેઓ દ્વારકાધીશ મંદિરે આવીને ક્ષમા માંગે તો વિવાદનો અંત આવી જાય તેમ જણાવતા મોરારિબાપુ દ્વારકા આવ્યા હતાં અને પ્રકરણનો સુખદ અંત લાવવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક અચાનક ત્યાં આવીને મોરારિબાપુ ઉપર હુમલો કરવાની કોશિર કરી હતી પરંતુ ત્યાં હાજર રહેલ જામનગરના સાંસદ પુનમબેન માડમના પ્રયાસોથી હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. તે દરમિયાન મોરારિબાપુને આહિર સમાજના વડીલોએ બહાર લઈ જઈને એમના વતન જવા માટે રવાના કર્યા હતાં. આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર આહિર સમાજમાં પડ્યા છે. સમગ્ર ગુજરાતના આહિર સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. પબુભા માણેકની ભગવાન કૃષ્ણ પ્રત્યેની મોરારિ બાપુની ટીપ્ણીથી જો લાગણી દુભાણી હોય તો આહિર સમાજ છેલ્લા એક મહિનાથી સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં આહિર સમાજ-યાદવ સમાજ દ્વારા અલગ અલગ માધ્યમથી આ બાબતનો વિરોધ દર્શાવતા હતાં, એ દરમ્યાન એક વખત પણ પબુભા માણેકે આ બાબતમાં વિરોધ દર્શાવેલ નથી. કોઈપણ જાતનું સાદુ નિવેદન મીડિયા સમક્ષ આપેલ નથી. તો શું આ માત્ર રાજકીય લાભ લેવા માટે આવું કૃત્યુ કરેલ છે? આહિર સમાજ આ બાબતનો સુખદ અંત લાવવા માટે પ્રયત્ન કરતું હોય એવા સમયે તેમણે ઓચીંતા અક્ષમ્ય કૃત્ય કર્યું છે અને આહિર સમાજના માન સન્માનને ઠેસ પહોંચાડવાની કોશિશ કરી છે, આ ઘટના અંગે ઉચ્ચકક્ષાએ યોગ્ય રજૂઆત કરીને કાયદાકીય પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે.
હડિયાણા/જોડીયા/ધ્રોલ: દ્વારકા ખાતે પૂ.મોરારીબાપુ પર કરવામા આવેલ હુમલાના ઘટના ખુબ જ નિંદનીય છેને વખોડી કાઢવા જેવી ઘટના છે અને તે માટે કાયદાકીય કાર્યવાહી કરવા રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ – ગીતાવિદ્યાલય – જોડીયાધામ તથા ગીતાવિદ્યાલય પરિવાર દ્વારા જોડીયા મામલતદારને આવેદન પાઠવવામા આવ્યું હતું. ગીતાવિદ્યાલય – જોડીયાના ટ્રસ્ટી વિનુભાઇ ચંદારાણા, વિનુભાઇ કાનાણી તથા પૂ.બાપુ સાથે સંગીતમા સાથ આપનાર હકાભાઇ ચંદારાણા તથા ગીતાવિદ્યાલય પરીવારના રેશ્માબેન વિનુભાઇ કાનાણી, જોડીયાના ધારાશાસ્ત્રી એ.પી.માંકડ – એડવોકેટ તથા હુન્નરશાળાના ટ્રસ્ટી અશોકભાઇ વર્મા તથા ગામના આગેવાનો તથા તથા વિવિધ સંસ્થાઓએ પણ આવેદન આપી આ ઘટનાને વખોડી ને જવાબદાર સામે કાયદાકીય પગલા લેવા માંગણી કરી છે.
લાઠી : લાઠી તાલુકા સાધુ સમાજના નેતૃત્વમાં મોરારીબાપુ પર દ્વારકામાં થયેલ હુમલાના પ્રયાસથી આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી ની માંગ કરવામાં આવી હતી. લાઠી તાલુકા ના હાવતડ ખાતેથી સમસ્ત સાધુ સમાજના અગ્રણીઓએ દ્વારકા ખાતે મોરારીબાપુ મીડિયા સમક્ષ માહિતી આપી રહ્યા હતા તે દરમ્યાન માજી ધારાસભ્ય દ્વારા અચાનક હુમલો કરવા પ્રયત્ન કરાયેલ આ નિંદનીય ઘટના બાદ વિશાળ સેવક સમુદાય ધરાવતા રામાયણી પૂજ્ય મોરારીબાપુના સેવક સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી રહી સાધુ સમાજ દ્વારા અનેક મંદિરો ના દ્વાર બંધ રાખવા ચેતવણી સાથે આવેદન પત્ર પાઠવી જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્ય વિસ્તાર માંથી સાધુ સમાજ ના નેતૃત્વ માં ૨૦/૬ ના રોજ તાલુકા મામલતદાર મણાતને આવેદન પત્ર પાઠવી સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.
સુરત : સુરતમાં આહિર સમાજના પ્રમુખ આર.એસ. હડીયાની આગેવાની હેઠળ જિલ્લા કલેકટરને આવેદન આપી દ્વારકાની ઘટના અંગે કડક પગલા લેવા માંગ કરી હતી. આ આગેવાનોએ આવદેનમાં જણાવ્યું છે કે અમારી આહિર સમાજની જે ટિપ્પણીની ચળવળ હતી. તેમાં પબુભા માણેકને કોઇ લેવા દેવા ન હોવા છતાં દ્વારાના માજી ધારાસભ્ય હોય તેઓ આહિર સમાજમાં રાજકીય ફાટફુટ ઉભી કરવાના મલીન ઇરાદા સાથે રાજકીય લાભ કરવાના હેતુથી બદઇરાદાથી આહીર સમાજની કાર્યવાહીમાં વચ્ચે ઘસી આવી આપરાધી કામ કર્યું હોવાનુ જણાવી પબુભા સામે કાયદાથી સખત પગલા લેવા માગણી કરી હતા.
ચોટીલા : ચોટીલા તાલુકાના સમસ્ત ત્રિપાંખી સાધુ સમાજે દ્વારકા મા મોરારી બાપુ ઉપર થયેલાં હુમલા ને વખોડી કાઢી હૂમલા ખોર પૂર્વ ધારસભ્ય પબુભા માણેક વિરુધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી ચોટીલા પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું.
ચોટીલા સમસ્ત ત્રિપાખી સાધુ સમાજ ના રાધે શ્યામભાઈ નિમાવત,પ્રવીણભાઈ દાણીધારિયા મહંત શ્રી બંસિદાસ જી મહારાજ મેસરિયા વતિ. જગજીવન દાસ મહારાજ ખેરડી, મહંત શ્રી હરિ પ્રસાદ શુખરામ જી મહારાજ મોટી જગ્યા, ગુરુદત્ત ગોંડલિયા , વેણીરામ આણદ રામ મેસવાણિયા,અમૃતગિરિ ગોસ્વામી,જગદીશભાઈ નિમાવત એ મોરારી બાપુ ઉપર થયેલાં હુમલાના વિરોધમા પ્રાંત અધિકારી ને આવેદન આપ્યું હતું. લાલપુરમાં શ્રી વૈષ્ણવ સાધુ સમાજ તથા રાણાવાવમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.