ગાંધી પરિવારના ગૃહ આંગણે પૂ.ધીરુગુરૂદેવની પધરામણી અને પ્રવચન
અબતક, રાજકોટ
ગાંધી પરિવારના ગૃહાં આંગણે પૂ. ધીરુગુરૂ,દેવ તથા પ્રવર્તિની પૂ. વનિતાબાઇ મ.સ., પૂ. ગુણીજી મ.સ. તેમજ બીનાજી મ.સ. એવમ નવ દિક્ષીત પૂ. રાજવીજી મ.સ. વગેરેના સતસંગથી જ રાજકોટ-ગોંડલ હાઇવે પર પોતાના ફાર્મ હાઉસમાં એક સાતાકારી વૈયાવચ કેન્દ્રનું સુંદર નિર્માણ અને મહાસતીની પધરામણી કરી હતી. મહારાજ સાહેબ કે મહાસતી એ બાજુથી પસાર થાય. તેમના પાવન પગલા પડે એમનો લાભ મળે આવી સુંદર ભાવનાથી પટેલ પરિવારે આયોજન કર્યુ હતું. હોટલ ઇમ્પીરીયલ પેલેસે ખાતેથી સવારે 7.30 કલાકે સ્વાગત સામૈયુ કરી દિલીપભાઇ ગાંધી આંગણે પધરામણી કરી હતી. ત્યારબાદ ધીરુગુરૂદેવ શ્રીમુખેથી પ્રવચન સાંભળ્યું હતું. સાધુવાદને પાત્રગણાય આવી જ એક-બીજામાંથી પ્રેરણા લઇ સતકર્મ કરતા રહેવું જોઇએ ગાંધી પરિવારના આંગણે જે પરિવાર પુત્રીરત્ના આ જૈન શાસનના શરણે સહભાગી પરિવાર કે જે રંજનબેન અને ચમનભાઇ ગાંધી
જેમના ગૃહ આંગણે જન્મ થયા પછી એ શ્રાવીકોને એવા ભાવ જાગવું, એ પરિવારને એવી ભાવના જાગી કે કોઇક આપણું સંતાન સાસનના સર એવો વિચાર કરીયે કે મનુષ્યનો જન્મ મળ્યો અને એ જન્મની અંદર આપણે કાંઇક સારા કર્મો કરીએ કે જેનાથી આપણું જીવન સફળ બને તો આવો જ કાંઇક પ્રસંગ પડધરીના આંગણે વર્ષો પૂર્વે અને એ સમયનાં કાર્યકરો એમનો ઉલ્લાસ, ઉત્સાહ મોટો અને અનેક મહાસતીજીઓએ પ્રસંગના સાક્ષી અને આજે એ જપરિવારનાં આંગણે રાજકોટમાં સતકાર્ય કરવાનો લ્હાવો મળ્યો છે. પરિવર્તનએ જગતનો નિયમ છે. વ્યકિતના જીવનમાં અનેક પરિવર્તન આવે છે.
ત્યારબાદ સવારે નવકારશી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રંજનબેન ગાંધી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.