તત્વાર્થ સૂત્ર એટલે ધરતી પર રહીને દેવોની દુનિયાનું દિગ્દર્શન કરાવનાર અલૌકિક ગ્રંથ
જૈન ધર્મના પ્રભાવક આચાર્ય ઉમા સ્વાતિજી આગમ જ્ઞાતા અને બહુશ્રુત હતા. સંસ્કૃતના અધિકારી વિદ્વાન હતા. બ્રાહ્મણ કુળમાં જન્મેલા ઉમા સ્વાતિજીએ 500 ગ્રંથોની રચના કરી હતી. જેમાં ‘પ્રશમરતિ’ ગ્રંથ અદભુત છે.
તત્વાર્થ સૂત્ર એટલે ધરતી પર રહીને દેવોની દુનિયાનું દિગ્દર્શન કરાવનાર અલૌકિક ગ્રંથ, શ્રાવકના 12 વ્રત અને અતિચારોનું વિસ્તૃત વર્ણન નાના નાના સૂત્રમાં મોક્ષ માર્ગ જાણે કે ગાગરમાં સાગર
જૈનાચાર્ય પૂ. જશાજી સ્વામીની શતાબ્દી અંતર્ગત ગ્રંથ પ્રકાશનમાં પૂ. ધીરજમુનિ મ.સા. એ સંકલન કરેલ છે. વિવિધ ચિત્રથી સમજૂતી સરલ બની છે.
ધારાસભ્ય વિક્રમભાઇ માડમના સહયોગથી 300 રૂપિયાનું પુસ્તક જ્ઞાનાર્થે રૂપિયા 60 માં પ્રશ્ર્નપત્ર સહિત 1 મહિના સુધી મળશે. રાજકોટ ખાતે શ્રી જશ-પ્રેમ- ધીર સંકુલ વૈશાલીનગર પહેલા માળે, સરદારનગર ઉપાશ્રય, ખાતેથી મળશે. પરીક્ષા ન આપનારે વસાવવા અને વાંચવા જેવું છે. મુંબઇમાં વિલેપારલે (વેસ્ટ) હિંગવાલા સંઘ ઘાટકોપર ખાતેથી મળશે.