ગોંડલી નદી કાંઠે ‘ગુણાતીત બાગ’નામે આવેલ વાડીમાં
50 એકર જમીનમાં દાડમ, જામફળ, સીતાફળ, આંબા, લીંબુ, હળદર, શાકભાજી વગેરેનું વિપૂલ પ્રમાણમાં ઉત્પાદન થતા ગોંડલ બન્યું કૃષિ યાત્રાધામ
યુગવિભૂતિ સંતવર્ય પૂ.પ્રમુખ સ્વામી મહારાજે જેમની ખેતીની આવડત અને કાર્ય કુશળતા પારખી બીએપીએસ સંસ્થાના મંદિરોની વાડીઓમાં ખેતી કરવાનું કાર્ય સોપેલ તેવા આરૂણી ભગત આજે ગોંડલ ખાતે ગુણાતીત બાગ નામે આવેલ વાડીએ ખેતીની સેવા અધ્યાત્મ સાથે ખૂબ સફળતાથી ચલાવે છે.
ભગતજી ગોંડલ ખાતે આવ્યા બાદ વર્ષ 2014 થી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગે, ગોંડલી નદીના કાઠે , ગુણાતીત બાગ નામે આવેલ અંદાજે 50 એકર જેટલી જમીનમાં ઇઝરાયેલી પધ્ધતિથી દાડમ, જામફળ, સીતાફળ, આંબા , લીંબુ , હળદળ , શાકભાજી , વગેરે પાકોની ખેતી કરે છે.
પૂજ્ય આરૂણી ભગત સારંગપુર હતા ત્યારે તેમણે જામફળની પસંદગીથી એક જાત શોધેલ , જેને તેમણે સારંગપુર સીલેકસન એવું નામ આપેલ . સમય જતાં આ જાતની વધતી લોકપ્રીયતા અને પૂ. યોગીજી મહારાજથી પ્રેરાઈ તેઓએ તેને ‘યોગી’ નામ આપ્યું . જામફળની આ યોગી વેરાઇટી ખૂબ મીઠી અને પલ્પી લાલ વેરાઇટી છે. તેના એક સરખા મીડીયમ સાઈઝના ફળ, વાવ્યા બાદ બીજા જ વર્ષથી ઉત્પાદન, છત્રી આકારનું એક સરખું મીડીયમ ઝાડ , ઓછી માવજત વિગેરે જેવા ગુણોને કારણે તે ખૂબ લોકપ્રીય બની છે.
યોગીની માંગ વધતાં ભગતજી એ ગુણાતીત બાગે જ નર્સરી સ્થાપીત કરી રોપાઓનું ઉત્પાદન શરૂ કર્યુ અને સમગ્ર ગુજરાતમાં આ વેરાઇટી વવાઇ . ગોંડલના કોલીથડ ગામે અમીતભાઈ હાંસલીયા એ પાંચ વર્ષ પેલા પાંચેક વિદ્યામાં યોગી જામફળ વાવ્યા’તા . છોડ દીઠ અંદાજે 25-30 કિલો જેવુ ઉત્પાદન અને સારા બજારભાવ આવે તો અમીતભાઈને કમાવા લાયક વિઘો નીકળે. ટંકારા તાલુકાનાં જબલપુર ગામે જીગ્નેશભાઈ ભુદરભાઈ ફેફરે પણ ચાર વર્ષ પેલા યોગી વાવેલ . જીગ્નેશભાઈ ને પુછતા જણાવે છે કે તેમને કોઈ દેશી ઢબની જામફળનો આટલો વિકાસ અને બહુ ઓછી મહેનતે છોડ દીઠ બે વર્ષે 15-20 કિગ્રાનો ઉતારો અગાઉ ક્યાય જોયો નથી.
ગુણાતીત બાગમાં 5 એકર જેટલા સીતાફળ ભગતજી એ વાવ્યા છે, જે ચાલુ સાલ વ્યાવસાયિક રીતે ઉત્પાદનમાં આવ્યા છે. સીતાફળમાં લગભગ 60% વિટામીન સી 17% જેટલા ડાયેટરી ફાઈબર 10% વિટામીન બી.6 ઉપરાંત પોટાસીયમ, મેગ્નેશીયમ, કેલ્શીયમ, લોહ વગેરે જેવા તત્વોને કારણે દિન – પ્રતિદિન તેની માંગ ખૂબ વધતી જાય છે . તેની કુદરતી શર્કરા ડાયાબીટીઝના દર્દીઓ માટે ઉત્તમ છે . તેના સીઝનમાં નિયમિત સેવનથી બ્લડ પ્રેસર , અસ્થમા , કોલેસ્ટેરોલ, પાચન, હૃદયરોગ વાળા અને ત્વચા સંબંધીત સમસ્યામાં ખૂબ ઉપયોગી થાય છે . આમ તેની ઔષધીય અને આઈસ્ક્રીમ, રબડી વિગેરીે જેવી વાનગીઓ બનાવવામાં વધતી જતી ઉપયોગીતાથી હાલ આ ફળની ખૂબ માંગ છે.
કાગદી વેરાઇટીના લીંબુ નું પણ 10બાય 15 ફૂટ લગભગ એક હજાર છોડનું વાવેતર અહીયાં વાવેલ લીંબુમાં મોટાભાગના જમીનથી બે ફૂટ સુધી ચોખ્ખા અને એકથડી છે. ભગતના લીંબુ જયવારે બજારમાં જાય ત્યારે તેની કિંમત એવરેજથી પાંચેક રૂપીયા વધુ હોય તેવી ગુરુવના તેઓ બનાવે છે. અહીંયા તેમણે સીસીડલેસ લીંબુની પણ બે હાર વાવેલ છે, જેમાં ખૂબ સારૂ ઉત્પાદન પણ બહુ ઓછી માર્કેટ ડિમાન્ડ હોવાથી તેઓ તેન ભલામણ નથી કરતા.
ટીસ્યુકલ્ચર પધ્ધતિના 10બાય10 ફૂટ અંતરે વાવેલ ભગવો વેરાઈટીના 4000 છોડ દાડમે થોડાક વર્ષ પહેલા ચાલીસેક લાખનું વળતર ભગતજી ને અપાવ્યું હતુ દાડમ પાકનો અકે નેશનલ લેવલનો સેમીનાર પણ અહીયા તેમના આંગણે આયોજાયેલ 15 બાય 15 ફૂટે વાવેલ કેસર, રાજાપુરી, લંગડી, દશેેરી, દુધપેડો જેવી બેડઝન જેટલી વેરાઈટીના 2500 આંબાનું વાવેતર પણ તેઓ ધરાવતા હતા. જે અનુકુળ ન આવતા હાલ કાઢી નાખેલ જયારે ઉપરના ફળપાકો ઉત્પાદનમાં નોતા ત્યારે તેમણે આંતરપાક તરીકે ટામેટા, બટેટા, રીંગણા, જ્ઞહખળદિષર વિગેરે જેવા પાકો ટ્રેલીઝ રેઈઝડ બેડ પધ્ધતિથી વાવ્યા અને ખૂબ સારૂ ઉત્પાદન મેળવ્યું તેઓ ગ્રીન હાઊસમાં કાકડી, તુરીયા, કેપ્સીકમ પાકમાં સંપૂર્ણ સફળ રહ્યા. સમગ્ર ગુણાતીત બાગમાં ટપક સિંચાઈ ઓછા અંતરે હાઈડેન્સીટી અને બેડ પધ્ધતિથી જ વાવેતર છે જેની પ્રેરણા ભગતજીનેજયારે તેઓ 1999મા પ્રથમ વખત ઈઝરાયેલ ગયા ત્યારથી મળી છે.ઉપરાંત અંદાજે 25-30 જેટલા મજૂરોને કર્મના પાઠસશની સાથે ધર્મના પાઠ શીખવી આરૂણી ભગત કાયમી રોજગારી પણ પૂરી પાડે છે. તેઓ ત્યાંજ હાઈટેક નર્સરી, પેક હાઉસ, રાષ્ટ્રીય કક્ષાનું ખેતીનું તાલીમ કેન્દ્ર વિગેરે પણ બનાવવાનીનેમ રાખે છે.આમ, અક્ષરદેરી જેવા કલ્પવૃક્ષ સમાન તીર્થધામની સાથે સાથે ગોાંડલ કૃષિનું પણ યાત્રાધામ બની ગયું છે.
સીતાફળના નિયમીત સેવનથી અનેક પ્રકારના રોગોમાં રાહત
સીતાફળમાં 60 ટકા વિટામીન-સી, 17 ટકા જેટલા ડાયેટરી ફાયબર, 10 ટકા વિટામીન બી.6 ઉપરાંત પોટેશીયમ, મેગ્નેશીયમ, કેલ્શીયમ, લોહ વગેરે જેવા તત્વોને કારણે તેની કુદરતી શર્કરા ડાયાબીટીઝના દર્દીઓ માટે ઉતમ છે. તેના નિયમિત સેવનથી બ્લડ પ્રેશર, અસ્થમા, કોલેસ્ટેરોલ, પાચન, હૃદયરોગ, વાળ અને ત્વચા સંબંધીત સમસ્યાઓમાં ખૂબ ઉપયોગી છે.