આજે સાંજે 5.00 કલાકે ‘અબતક’ ચેનલ, યુ-ટ્યુબ અને ફેસબુક પર લાઇવ પ્રસારણ નિહાળી શકાશે
સીંગાપોર જૈન રીલીજીયસ સોસાયટીના સથવારે લેખક, કવિ અને સમાજ સુધારક પૂ.આચાર્ય લોકેશ મુનિજીની તા.16 અને 17 જુલાઇ આજે અને કાલે એમ બે દિવસ ઓનલાઇન વ્યાખ્યાન શ્રેણી યોજાનાર છે. આ વ્યાખ્યાન શ્રેણીનો લાભ લેવા દર્શકો Zoom Link: https//zoom.us/join, Meeting ID : 96567473380 Passcode : SJRSLS પર જોડાઇ શકશે.
પૂ. આચાર્ય લોકેશમુનિજી વિચારક, લેખક, કવિ અને સમાજ સુધારક છે. તેમણે ‘અહિંસા વિશ્ર્વ ભારતી’ની સ્થાપના કરી છે અને છેલ્લા 33 વર્ષથી રાષ્ટ્રનિર્માણ, માનવ મૂલ્યોના વિકાસ, અહિંસા, શાંતિ અને સમાજમાં પરસ્પર સહયોગની સ્થાપના માટેના પ્રયત્નો કરી રહ્યાં છે. તેઓ ઇન્ટર રીલીજીયસ અને આંતરરાષ્ટ્રીય સંવાદિતા પર કામ કરી રહ્યાં છે. અને તેમણે પવિત્ર આધ્યાત્મિક નેતાઓ પોપ ફ્રાન્સિસ, દલાઇ લામા અને શ્રી શ્રી રવિશંકર વગેરે સાથે આ મુદ્ે ચર્ચા કરવા આમંત્રણ પાઠવ્યું છે.
તેઓએ ઘણા બધા એવોર્ડ મેળવ્યા છે. 2010માં તેઓને ભારત સરકાર દ્વારા ‘નેશનલ કોમ્યુનલ હાર્મોની એવોર્ડ 2010’, લંડન સંસદમાં ‘શાંતિના રાજદૂત’ અને યુનાઇટેડ નેશન્સ સેન્ટર ખાતે ‘એમ્બેસેડર ઓફ પીસ એવોર્ડ’ જેવા બહુવિધ એવોર્ડથી નવાજવમાં આવ્યા છે. તેઓ મેડીટેશન, યોગા અને પીસ એજ્યુકેશન ક્ષેત્રમાં માસ્ટર છે.