જ્ઞાતિજનો માટે મહાપ્રસાદ અને રકતદાન કેમ્પનું પણ આયોજન: આયોજકો ‘અબતક’ની મુલાકાતે
સમસ્ત મોઢ વણિક જ્ઞાતિના કુળદેવી મોઢેશ્ર્વરી (માતંગી) માતાજીના પાટોત્સવની ઉજવણી દર વર્ષ મુજબ સમસ્ત મોઢ વણિક જ્ઞાતિજનો માટે તા. ૨૯-૧ ને સોમવારે કરવામાં આવશે. બપોરે ૩ કલાકે પૂજન વિધિ તથા સાંજે ૬ કલાકે આરતી અને ૬.૩૦ કલાકેથી મહાપ્રસાદ અને રકતદાન કેમ્પનું મોઢ વણિક માતંગી પાટોત્સવ સમિતિ દ્વારા મોઢવણીક આયોજન કરેલ છે.
મુખ્ય યજમાન જ્ઞાતિ અગ્રણી મધુબેન જયસુખલાલ છાપીયા પરિવાર પુજનવિધીમાં જોડાશે. નજીકના સરનામેથી મહાપ્રસાદના પાસ તથા સરયુબેન તથા ઇન્દુભાઇ ગોરધનભાઇ મહેતા પરીવાર દ્વારા વિનામૂલ્યે માતંગી માતાજીની પ્રસાદીરુપી રક્ષાપોટલી ટોકન દીઠ નં.૧ મેળવી લેવાના રહેશે. રાજકોટના ઇતિહાસમાં મોઢવણિક જ્ઞાતિજનો માટે વર્ષો પછી છેલ્લા ૧૩ વર્ષથી જ્ઞાતિના કુળદેવી મોઢેશ્ર્વરી (માતંગી) માતાજીના પાટોત્સવનો ઘર આંગણે રળીયામણો અને અમૂલ્ય એવો ઉત્સવ ઉજવાય છે.
ત્યારે દરેક જ્ઞાતિજનોએ આ પાટોત્સવમાં મહાપ્રસાદ લેવા આપણો ઘરનો ઉત્સવ ગણી નાના-મોટાની ભાવના કે વ્યકિતગત આમંત્રણની અપેક્ષના છોડી આપનો જ પ્રસંગ ગણી સહ પરિવાર પધારશો તેવું જ્ઞાતિજનોને આગ્રહભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વસતા તમામ જ્ઞાતિજનોને પધારવા અનુરોધ કરાયા છે. વિશેષ માહીતી માટે શ્રેયાંસ મહેન્દ્રભાઇ મહેતા મો. ૯૦૧૬૨ ૧૬૩૯૯ નો સંપર્ક કરવા જણાવાયું છે.જે અંગે વિગત આપવા મહેન્દ્રભાઇ મહેતા, શ્રેયાંસ મહેતા, સુનીલભાઇ મહેતા, પવનભાઇ પરીખ અને પ્રતિમાબેન પારેખ સહીતના અગ્રણીઓએ અબતકની મુલાકાત લીધી હતી.