કોરોના બહુરૂપિયો છે. હવે તો સામાન્ય લોકોને તેના ઉપર વિશ્વાસ આવે એમ નથી. એક સંસ્થા કોરોનાના વેરીએન્ટ વિશે કઈક જાહેર કરે તો બીજી સંસ્થા કઈક બીજું જાહેર કરે. હવે આમાં સામાન્ય માણસને સમજવું શુ?
કોરોના વાયરસના નવા વેરિએન્ટથી એકવાર ફરીથી દુનિયામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અનેક દેશોમાં હવે કોવિડ કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે.ત્યાં ફરી એકવાર નવા વેરિએન્ટે દરેકને ડરાવ્યા છે. આ વેરિએન્ટ ખુબ ઝડપથી ફેલાય છે અને તેનું મ્યુટેશન 30થી વધુ વખત થઈ ચૂક્યું છે. એટલે કે તે 30થી વધુ વાર તેનું રૂપ બદલી ચુક્યો છે. હવે આ વસ્તુ સામાન્ય માણસની સમાજની બહાર છે.
કોરોનાએ 30થી વધુ વખત તેનું રૂપ બદલયું, આ બધી વાતો સામાન્ય માણસોની સમજની બહાર
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે બીજી લહેરમાં ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પણ આ પ્રકારે મ્યુટેટ થઈને જીવલેણ સાબિત થયા હતા. સૌથી ચિંતાની વાત એ છે કે હાલ રસી આ વેરિએન્ટ વિરુદ્ધ કારગર છે કે નહીં તેનો સ્ટડી કરવામાં આવી રહ્યો છે. તેમાં સમય લાગી શકે છે. આવામાં એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે ત્યાં સુધીમાં તો આ વેરિએન્ટ કહેર વર્તાવવાનો ન શરૂ કરી દેશે. બીજી તરફ એક સંસ્થાએ એવુ પણ જાહેર કર્યું છે કે આ નવો વેરીએન્ટ તો સામાન્ય છે.
આ બધા નિવેદનો વિવિધ માધ્યમોમાં ફર્યા કરે છે અને સામાન્ય લોકોની ચિંતામાં વધારો કર્યા કરે છે. નિવેદનો ફરતા ફરતા આવી રહ્યા છે. કોરોના પણ રૂપ બદલતો બદલતો અલગ અલગ જગ્યાએ દેખા દઇ રહ્યો છે. હવે સામાન્ય માણસ તો આવી સ્થિતિ જોઈને માથું ખંજવાળીયા સિવાય બીજું કંઈ કરી શકતો નથી.