- બાવન સીએનજી બસ પૈકી 10 બસને ફલેગ ઓફ કરાવતા સાંસદ પરષોતમભાઇ રૂપાલા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્બન ઉત્સર્જનમાં તથા પ્રદૂષણમાં ઘટાડો કરવાના ભાગરૂપે શહેરમાં ડીઝલ ફ્યુઅલ સંચાલિત બસનાં સ્થાને સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત સિટી બસ ચલાવવાનો નિર્ણય કરાયો છે. સી.એન.જી. ફ્યુઅલ આધારિત સિટી બસનું લોકાર્પણ રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું
નવી 52(બાવન) સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસના લોકાર્પણ(ફલેગ ઑફ) કાર્યક્રમમાં સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડો.માધવ દવે, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડિયા, રાજકોટ શહેર ભાજપ મંત્રીહરેશભાઈ કાનાણી,ભાજપ અગ્રણી દિનેશભાઈ ચોવટીયા,વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, લાઈટીંગ સમિતિ ચેરમેન કાળુભાઇ કુંગસિયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા,ટાઉન પ્લાનીંગ સમિતિ ચેરમેન ચેતન સુરેજા, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, કોર્પોરેટર નરેન્દ્રભાઈ ડવ,હાર્દિકભાઈ ગોહિલ, વિનુભાઇ ઘવા, પુષ્કરભાઈ પટેલ, જીતુભાઈ કાટોડીયા, વિનુભાઈ સોરઠીયા, બિપીનભાઈ બેરા,ડો.પ્રદિપ ડવ, કંકુબેન ઉઘરેજા, વર્ષાબેન પાંધી, જયાબેન ડાંગર, અલ્પાબેન દવે,કીર્તિબા રાણા, કુસુમબેન ટેકવાણી,દક્ષાબેન વાઘેલા, ભાજપ અગ્રણી પરેશભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કાર્બન ઉત્સર્જનમાં તથા પ્રદૂષણમાં ઘટાડો કરવાના ભાગરૂપેહાલમાં કાર્યરત ડીઝલ ફ્યુઅલ સંચાલિત બસના સ્થાને નવી સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.. જે અંતર્ગત ‘રાજકોટ રાજપથ લિ.’ દ્વારા શહેરી બસ સેવા માટે 100 નોન એ.સી. સી.એન.જી. મીડી બસ (ડ્રાઈવર તથા કંડકટર સહિત)ના પ્રોક્યોરમેન્ટ તથા ગ્રોસકોસ્ટ મોડલથી સપ્લાય કરવાના કામની જરૂરી ટેન્ડર પ્રક્રિયા કરીને એજન્સીને કોન્ટ્રાકટઆપવામાંઆવેલ છે. આ કામની એજન્સીને ગ્રોસ કોસ્ટ મોડેલથી ડ્રાઇવર, ક્ધડક્ટર, ફ્યુલ, ઓપરેશન તથા મેઈનટેનન્સ સાથે 08(આઠ) વર્ષ ચલાવવા માટે 100 સી.એન.જી. ફ્યુઅલ સંચાલિતબસ શરૂ જણાવેલ છે.
સીએનજી બસની વિશેષતાઓ પર નજર કરવામાં આવે તો શહેરમાં નવી સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ થવાથી કાર્બનના સ્તરમાં તથા પ્રદુષણનાં સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થશે અને શહેરીજનોને શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં સારી સુવિધા પ્રાપ્ત થશે. રાજકોટને સપ્લાય થનાર નવી સીએનજી બસ 9 મીટર લેન્થની 28 સીટની કેપેસીટીની સ્ટાન્ડર્ડ નોન-એસી મીડી બસ અંતર્ગત સીસીટીવી કેમેરા,ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ (સીએનજી), એલઇડી ડિસપ્લે, ડ્રાઇવર માઇક્રોફોન જેવી આધુનિક સુવિધાથી સજ્જ છે. સીએનજી બસના ઉપપોગથી રાજકોટ શહેરમાં વાયુ પ્રદુષણની માત્રામાં ઘટાડો થશે તેમજ શહેરીજનોને આધુનિક સગવડતાયુક્ત સીએનજી બસનો લાભ પ્રાપ્ત થશે. સરકાર દ્વ્રારા ગ્રીન ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે અમલી હેઠળ પ્રતિ કી.મી. પ્રતિ બસ મહત્તમ રૂ. 18/- ની મર્યાદામાં મળવાપાત્ર થાય છે.