અબતક રાજકોટ
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ચોમાસાની વિદાય ની સાથે જ વાતાવરણમાં હવાના પ્રદૂષણની સમસ્યા એ એકદમ વિકરાળ રૂપ ધારણ કરી લેતા આજે અદાલતે જો વાયુ પ્રદુષણ ની પરિસ્થિતિ વધુ બેકાબુ જેવી બને તો સરકારને બે દિવસના લોક ડાઉન ની હિમાયત કરી છે, દિલ્હી માં વાતાવરણ શ્વાસ લેવા જેવું પણ રહ્યું નથી કાર્બન ડાયોક્સાઇડ અને રજ કણ ના કારણે શ્વાસ લેવા લાયક હવા નું પ્રમાણ સાવ ઘટી ગયું છે, શિયાળાના પ્રારંભે જ ફરીથી દિલ્હીમાં વાયુ પ્રદૂષણ નું વિકરાળ રુપ સામે આવી રહ્યું છે.
ત્યારે આજે સુપ્રીમ કોર્ટે સરકારને એવો નિર્દેશ આપ્યો છે કે જો દિલ્હીમાં વાયુ પ્રદૂષણ નું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું હોય તો બે દિવસનો લોક ડાઉન જાહેર કરવાની હિમાયત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં અને સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાયુ પ્રદૂષણની સમસ્યા વિકરાળ રૂપ લઈ રહી છે.
ત્યારે અગાઉ દિલ્હીની રાજ્ય સરકારે મોટરકારો પર એકી બેકી સંખ્યા નું નિયંત્રણ રાખ્યું હતું હવે ફરીથી વાતાવરણમાં પ્રાણવાયુનો ઘટાડો અને કાર્બન ડાયોક્સાઇડ મોનોક્સાઈડ ના વધારાને લઇને પરિસ્થિતિ વધતી જાય છે ત્યારે આજે સુપ્રીમ કોર્ટે આ અંગે સ્પષ્ટતા કરી છે કે વાયુ પ્રદુષણ માટે માત્રપરાળ સળગાવતા ખેડૂતોને દોષિત ન ગણી શકાય, આ માટે તમામ ની જવાબદારી બને છે રાજધાનીમાં વાયુ પ્રદૂષણ હવે શ્વાસ લેવા માટે પણ જોખમી પરિસ્થિતિ ઊભી કરનારું બન્યું છે સુપ્રીમ કોર્ટે સરકારને જનહિતમાં તાત્કાલિક ધોરણે નિર્ણય કરીને જરૂર પડે લોકોને સુરક્ષિત રાખવા માટે લોક ડાઉન ની હિમાયત કરી છે આ લોક ડાઉનબીમારી સામે નહીં પરંતુ પર્યાવરણના પ્રદૂષણ સામે લગાવવામાં આવશે