વાતાવરણમાં હાઇડ્રોજનના ભયજનક પ્રમાણથી દેશમાં જોખમી ‘એસિડવર્ષા’

છેલ્લા દસકામાં વરસાદના પાણીને પ્રદૂષણે એસીડીક કરી દીધુ છે. દેશના ઘણા ભાગમાં આવો પ્રદૂષિત વરસાદ થયાનું નોંધાયું છે. કેન્દ્રીય હવામાન ખાતાએ કરેલા અભ્યાસમાં આ ચોંકાવના‚ તારણ બહાર આવ્યું છે.

નાગપુર (મહારાષ્ટ્ર), મોહનબારી (આસામ), અલ્હાબાદ, વિશાખાપટ્ટનમ, કોડાઇકેનાલ વિગેરે સ્થળોના ૨૦૦૧થી ર૦૧૨ વચ્ચેના સમયગાળા દરમિયાનના વરસાદી પાણીના સેમ્પલ લઇને તેનુ પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું. જેનું પીએચ લેવલ ૪.૭૭ થી ૫.૩૨ હતુ. અત્રે ખાસ નોંધવું ઘટે કે ૫.૬૫ કરતા જે વરસાદી પાણીનું પીએચ લેવલ નીચુ હોય તે એસીડીક ગણાય. પીએચ એટલે કે પોટેન્શીઅલ ઓફ હાઇડ્રોજન.

 એસિડ રેઇન શું કામ થાય છે?

વાતાવરણમાં ઓકસાઇડ, સલ્ફર, નાઇટ્રોજન વગેરે પ્રદૂષણ ફેલાવતા ગેસ ભળે ત્યારે તેવા એરિયામાં એસિડ રેઇનની સંભાવના વધી જાય. ખાસ કરીને પાવર પ્લાન્ટ, ઓટોમોબાઇલ અને અન્ય કેટલાક ઇન્ડસ્ટ્રી યુનિટો આવો પ્રદૂષિત ગેસ હવામાં છોડતા હોય છે. સરકારે કઇક કરવુ જોઇએ.

 ૧૯૮૧ થી ૨૦૧૨ દરેક દસકામાં પીએચ લેવલ ઘટયુ વિજ્ઞાનીઓ વી. વીજ્યાભાસ્કર અને પી.એસ.રાવ જણાવે છે કે ૧૯૮૧થી ૨૦૧૨ સુધીના રિસર્ચમાં નોંધાયું છે તે મુજબ દરેક દસકામાં વરસાદી પાણીનું પીએચ લેવલ ઉત્તરોત્તર ઘટતુ ચાલ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.