પ્રાંત અધિકારીએ દરોડા પાડી પ્રદૂષણ ફેલાતું પકડી પાડયું છતાં હજી સુધી કોઇ પગલા નહીં

જેતપુરના સાડીના કારનાના ધોવાઇ ઘાટ તથા સોફરનર હાઉસના પ્રદૂષીત પાણી ભાદર અને ઉબેણ નદીમાં ફરી બેધડક છોડવાનું શરુ કરાયું છે. જેતપુરની પ્રદૂષિત નિયંત્રણ કચેરી કોરોના સમયમાં નિષ્કીય થઇ જતા પ્રદૂષીત કરનારા બેફાર્મ બન્યા છે.

જેતપુરમાં થોડા દિવસો પહેલા ભાદર નદીમાં પુર આવતા જેતપુરમાં કેમીકલયુકત પાણી ભાદર-ર માં જતુ રહ્યું હતું. જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસો.થીગટરો અને પંપીંગ સ્ટેશનની દિવાલો પડી જતા કરોડો લીટર પ્રદુષિત પાણી ફરી ભાદર નદીમાં ભળી જતા હાલ ભાદર નદી લાલધુમ વહી રહી છે. ભાદર નદીને ચોખ્ખી કરવા માટે એનજીટીની ટીમ હાલ કાર્યરત હોવા છતાં પણ ભાદર નદી પ્રદુષણ મુકત થઇ શકી નથી.

આ કેમીકલયુકત પાણી ભાદર નદીમાં વહી અને ભાદર-ર માં જતુ હોય છતાં પ્રદુષણ નિયંત્રણ જેતપુરની કચેરીની ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસો.ની સાથે મિલીભગતના કારણે પ્રદુષણ રોકવામાં કોઇપણ પ્રકારની કાર્યવાહી થતી નથી. હાલ જેતપુરમાં ભાદર નદીમાં કેમીકલયુકત પ્રદુષીત પાણી છોડાઇ રહ્યું છે. તેમ છતાં કયા કારણોસર પગલા લેવામાં આવતા નથી. તેવા સવાલો લોકોમાં ઉઠયા છે. એન.જી.ટી.ના આદેશ અનુસાર કલેકટર દ્વારા પ્રદુષણ રોકવા માટે એક ટીમ બનાવવામાં આવી હતી તેમાં ગોંડલના પ્રાંત અધિકારી આલ તેમજ જેતપુર મામલતદાર તથા જીપીસીબી જેતપુરની ટીમ તેમજ જીઇબી, સિંચાઇ ના અધિકારીઓ સહીતની ટીમ કાર્યરત થઇ હતી આ ટીમે ભાદર નદીમાં છોડવામાં આવતા કેમીકલયુકત પાણી તેમજ ગેરકાયદે ઘાટ, સોફર અને પ્રોસેસ હાઉસ સામે સખત કાર્યવાહી કરી હતી. પરંતુ હાલ કોરોનાની મહામારી ચાલતી હોય જેથી આ ટીમ નિષ્કીય થઇ જતા ફરી ગેરકાયદેસર ધોલાઇ ઘાટો સોફરો અને પ્રોસેસ હાઉસો ફરીથી ધમધમવા લાગ્યા છે.

ગેરકાયદે ધાલાઇ ધાટો, પ્રોસેસ હાઉસ સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી ન થતાં ફરીથી ધમધમવા લાગ્યા છે. અને પાણી સીધુ ભાદર નદીમાં છોડવામાં આવે છે.

ડ્રાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસો. દ્વારા ભાટ ગામ આવેલ સામુહિક ધોલાઇ ઘાટ પ્લાન્ટની ગોંડલ પ્રાંત અધિકારીને ફરીયાદ મળતા તેમણે જાતે જઇને ઓચિંતુ ચેકીંગ કર્યુ હતું. જેમાં ભાટ ગામ સી.ટી.પી. પ્લાન્ટની પાઇપ લાઇન દ્વારા છોડાતુ પાણી ઉબેણ નદીમાં નાખવામાં આવતું હતું. સ્થળ પર જ પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા જી.પી.સી.બી.ને આદેશ કર્યો હતો આમ છતાં આજદિન સુધીમાં જેતપુરની જીપીસીબી કચેરી દ્વારા ભાટ ગામ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આર.ટી.આઇ. થી માહીતી માગી તેમાં આ સત્ય હકીકત જાણવા મળી છે.  ગોંડલના પ્રાંત અધિકારીએ ખુબ ગેરકાયદે પાઇપલાઇન દ્વારા ઉબેણ નદીમાં પાણી છોડાતુ હોવાનું પકડી પાડયું હોવા છતાં કોઇ જાતના પગલા ન ભરાતા હોય તો અન્ય લોકોની ફરીયાદોનો કેવા ઉકેલ આવ્યો હશે તે સમજી શકાય છે. ભાદર નદી તેમજ ઉબેણ નદીમાં તાત્કાલીક અસરથી તંત્ર દ્વારા પાણી છોડવાનું બંધ કરાવે તેવું ખેડુતોની માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.