- 11 વર્ષ જુની અને સરેરાશ 10 લાખ કિલોમીટરથી વધુ ચાલેલી ડીઝલ સંચાલીત પર સિટી બસ શહેરીજનો માટે સુવિધાના બદલે મોટી દુવિધા સમાન
- રાજકોટ રાજપથ લીમીટેકને વાર્ષિક 26 કરોડની ખોટ: કોર્પોરેશનની આંતરિક પરિવહન સેવાથી શહેરીજનોને ભારોભાર અસંતોષ
રાજકોટ શહેરના રાજ માર્ગો પર દોડતી બ્લ્યુ કલરની ડીઝલ સંચાલીત સિટી બસ શહેરીજનો માટે સુવિધા કરતાં દુવિધા વધુ ઉભી કરી રહી છે. સ્માર્ટ સિટી રાજકોટની શાનમાં પ્રદુષણ ઓકતી સિટી બસ ઝાંખપ લગાવી રહી છે. વાર્ષિક 26 કરોડની ખોટ છતાં કોર્પોરેશનની આંતરિક પરિવહન સેવાથી રાજકોટવાસીઓને ભારોભાર અસંતોષ છે.
શહેરીજનોને સર્વ શ્રેષ્ઠ આંતરિક પરિવહનની સેવા આપવી તે સ્થાનીક સ્વરાજયની સંસ્થાની પ્રાથમિક ફરજ છે. રાજકોટ મહાપાલિકાની રાજકોટ રાજપથ લીમીટેડ કંપની દ્વારા હાલ પર (બાવન) ડીઝલ સંચાલીત સિટી બસ અને 83 ઇલેકટીક બસ સહિત બીઆરટીએસ અને શહેરના અલગ અલગ રૂટ પર 135 સિટી બસ ચલાવવામાં આવી રહી છે. જેમાં પર ડીઝલ બસનું આયુષ્ય પૂર્ણ થઇ ગયું છે. આ તમામ બસ 11 વર્ષથી જુની છે. આ ઉપરાંત 10 લાખથી વધુ કિલોમીટર ચાલી ગઇ છે. જેના કારણે ચાલે છે ઓછી અને પ્રદુષણ વધુ ઓકે છે.
ડીઝલ સંચાલીત સિટી બસના કારણે લોકોને પડતી હાલાકી જાણવા માટે અબતક ચેનલની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી હતી ત્યારે જાણવા મળ્યું કે સીટી બસ ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી. સીટી બસના દરવાજા જે છે તે દોરી વડે બાંધવામાં આવ્યા હતા. સીટી બસ ક્યારેક અધવચ્ચે બંધ પડી જાય તો વિદ્યાર્થીઓ ધક્કા મારતા હોય છે. સીટી બસમાથી ઘુંવાડાના ગોટે ગોટા નીકળતા હોય છે અને પ્રદૂષણ ફેલાવતા હોય છે. બસ જે છે તે સમયસર આવતી નથી તેથી તડકામાં મુસાફરોને તકલીફ પડી રહી છે અને મુસાફરોને બેસવા માટે તંત્રએ વ્યવસ્થા કરવી જોઈએ.સીટી બસમાં મુસાફરોને ખૂબ જ તકલીફ પડી રહી છે. ખરાબ હાલત બસ છે તેને ચલાવવામાં પણ ડ્રાઇવરોને ભય લાગે છે.
ડીઝલ સંચાલીત બ્લ્યુ કલરની સિટી બસ શહેરીજનો માટે ભારોભાર જોખમ ઉભુ કરી રહી છે. આ બસની પાછળ વાહન ચલાવવું એટલે પ્રદુષણ સાથે સિઘ્ધી બાથ ભરવા જેવું મોટું કામ છે. બસની આગળ ચાલવું પણ જોખમકારક છે. કારણ કે સમયસર બ્રેક લાગશે કે કેમ? તે પણ મોટી ચિંતાનો વિષય છે. આ બસનું આયુષ્ય પુરુ થઇ ગયું હોવા છતાં ધરાર ચલાવવામાં આવતી હોવાના કારણે ગમે ત્યારે બસ બંધ પડી જાય છે. કયારેક તો ખુદ મુસાફરોએ ધકકા મારી બસને ચાલુ કરાવવી પડે છે. ડ્રાયવરને પણ આવી જોખમી બસ ચલાવવા ડર લાગી રહ્યો છે.
ઓગસ્ટ સુધીમાં રાજ માર્ગો પર દોડવા લાગશે 100 સીએનજી બસ
કોર્પોરેશનની રાજકોટ રાજપથ લીમીટેડ એસવીપી દ્વારા 100 સીએનજી બસ ખરીદવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા ઉઠતાની સાથે જ ક્રમશ: સીએજની બસનું આગમન થવા લાગશે. ઓગસ્ટ માસમાં અંત સુધીમાં રાજકોટના રાજમાર્ગો પર 100 સીએનજી બસ દોડતી થઇ જશે. સીએનજી બસ આવતાની સાથે જ પર ડીઝલ બસને નિવૃત કરી દેવામાં આવશે. હવે રાજકોટવાસીઓએ માત્ર ત્રણથી ચાર મહિના જ પ્રદુષણ ઓડતી ડીઝલ સિટી બસનો ત્રાસ સહત કરવો પડશે.
વર્ષ 2023-24માં સિટી બસમાં ટિકિટની આવક રૂ.16.30 કરોડ
રાજકોટ રાજપથ લીમીટેડને વર્ષ 2023-24 માં ટિકીટ રેવન્યુ પેટે રૂ. 16.30 કરોડની આવક થવા પામી છે. આવક કરતા ખર્ચ વધે છે. કારણ કે દર વર્ષે સિટી બસ ચલાવવા માટે ર4 થી ર6 કરોડની ખોટ કોર્પોરેશને સહન કરવી પડે છે. રાજય સરકાર દ્વારા થોડી ઘણી સહાય કરવામાં આવે છે છતાં સિટી બસ સેવા કોર્પોરેશન માટે સફેદ હાથી સમાન જ છે. જો સુવિધા અને સેવામાં થોડો સુધારો કરવામાં આવે તો શહેરીજનોને સિટી બસ સેવા તરફ આકર્ષી શકાય અને ટિકીટ થકી થનારી આવકમાં વધારો થવાથી ખોટમાં પણ ઘટાડો લાવી શકાય.