દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચી ગયું છે. આ કારણે, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટએ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો તબક્કો 4 લાગુ કર્યો. આ પછી દિલ્હીમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો તબક્કો 4 લાગુ, ડીઝલ વાહનો અને કન્સ્ટ્રકશન કામ ઉપર રોક લગાવી દેવાય
અત્યાર સુધી દિલ્હીમાં ગ્રેપ 3 લાગુ હતી, પરંતુ પ્રદૂષણનું સ્તર વધ્યા બાદ તબક્કો 4 લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ડીઝલ વાહનોમાં, ફક્ત તે વાહનોને જ છૂટ આપવામાં આવી છે જે આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ પૂરી પાડે છે. શહેરમાં ડીઝલથી ચાલતા મીડીયમ ગુડ્સ વ્હીકલ્સ અને હેવી ગુડ્સ વ્હીકલ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અગાઉ, ગ્રેપ 3 તબક્કામાં, સીએક્યુએમ એ ડીઝલ બીએસ-4 અને તમામ બીએસ 3 ખાનગી કાર પર 2 નવેમ્બરથી પ્રતિબંધ મૂક્યો હતો.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે આવશ્યક ચીજવસ્તુઓમાં કાચા શાકભાજી, ફળો, અનાજ, દૂધ, ઈંડા, બરફ અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. દરમિયાન, ટેક્સી ડ્રાઇવર્સ એસોસિએશને જણાવ્યું હતું કે સંપૂર્ણ પ્રતિબંધ વ્યક્તિગત વાહનો ની પ્રદૂષણ સ્થિતિને ધ્યાનમાં લેતો નથી અને હજારો ડ્રાઇવરોની આજીવિકાને અસર કરશે. તેમણે કહ્યું કે જો તેમની પાસે માન્ય પીયૂસી સર્ટિફિકેટ હોય તો કારની કામગીરી બંધ ન કરવી જોઈએ.
દિલ્હીમાં જીએપીના સ્ટેજ 4 એ પણ બાંધકામ પ્રવૃત્તિઓ પરના નિયંત્રણોનો અવકાશ વધાર્યો છે. આ ખાનગી નાગરિક બાંધકામો પરના હાલના પ્રતિબંધથી લઈને ફ્લાયઓવર, રસ્તા અને પુલ સહિત તમામ મોટા જાહેર માળખાકીય પ્રોજેક્ટ્સ સુધી વિસ્તરે છે. પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ હાલમાં ઘણા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર બાંધકામનું કામ કરી રહ્યું છે પરંતુ આ પ્રતિબંધ બાદ આ કામ બંધ થઇ ગયું છે.