નર્સરીમાં અનેક પ્રકારના રોપા-છોડનું રાહત દરે વિતરણ: ઘણી સંસ્થાઓ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં કરે છે વૃક્ષારોપણ
પર્યાવરણની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે ત્યારે વૃક્ષો વાવવા અને તેમનું જતન કરવું એ સૌની ફરજ છે. હાલના સમયમાં વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે ત્યારે વાતાવરણ શુઘ્ધ કરવા માટે વૃક્ષો વાવવા ખુબ જ જરુરી છે. પર્યાવરણ ને શુઘ્ધ રાખવા માટે અને તેમનું જતન કરવા માટે ઘણી એવી સંસ્થા છે જે રાહત દરે વૃક્ષોના છોડનું વેચાણ કરે છે. જેના ભાગરુપે નર્સરી માં અનેક પ્રકારના છોડ રાહત દરે ખરીદી કરી ને અનેક સંસ્થાઓ તેમજ શહેરના અનેક વિસ્તારમાં તેનો ઉછેર કરવામાં આવે છે. અને આ વર્ષે કોર્પોરેશન દ્વારા બે લાખથી વધારે વૃક્ષો વાવવાનો ટાર્ગેટ આપ્યો હતો. જેના ભાગ રુપે મુંજકા નર્સરી ખાતેથી પ૦૦૦ થી ૬૦૦૦ જેટલા ફ.ુલછોડ ને ટોકન દરે આપવામાં આવે છે. અને ત્યાંથી અને પ્રકારના જેવા કે ફુલો માટે છાયા માટે સુશોભન માટે ફળ માટે આયુર્વેદીક જેવા અનેક પ્રકારના રોપાઓનું નર્સરી વેચાણ કરે છે. જે ખુબ જ ટોકન દરે ચાર રૂપિયા થી ૧૦૦ રૂપિયા સુધીના રોપાઓ આ નર્સરીએથી લોકો મેળવી શકે છે.
વૃક્ષોને વાવવા માત્રથી તેમનો ઉછેર ન થતાં તેમનું જતન પણ જરુરી છે. વૃક્ષો એ વરસાદ લાવવા પાછળનું મુખ્ય કારણ છે જેથી વાતાવરણ શુઘ્ધ રાખવા અને પ્રદુષણ ઓછું કરવા વૃક્ષો વાવવા જરુરી છે.
શહેરમાં બે લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક: મ્યુનિ. કમિશનર બંધાનીધી પાની
રાજકોટ મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાનીએ અબતક સાથેની વાતચીતમાં જણાવેલ છે કે રાજકોટ શહેરમાં ર લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે. તેમાંથી ૧ લાખ વૃક્ષો મહાનગરપાલિકા અને સુચિત સંસ્થાઓના મતથી વાવવામાં આશે.
રાજકોટના જેટલા પણ પ્રિમાઇસીઝ છે કોપોરેશનના વોટર સપ્લાયર્સ અને પપીંગ સ્ટેશન છે એમના કોઇ ખાલી સ્થળો છે તેમાં અને સાથે સાથે ખાલી પ્લોટ હોય અથવા ડીવાઇડર હોય અથવા રીવરસાઇ પ્લાનટેશન અથવા બોકડા કાંઠ પ્લાન્ટેશન એમાં કુલ ૧ લાખનું આયોજન છે એના સિવાય જે ૧ લાખ છે તે વન વિભાગની સાથે રહીને તરૂ યાત્રા ત્રણે ત્રણ ઝોનમાં કરીને એ સાટિલગ્સનું ડિસ્ટીબ્યુસન અલગ અલગ ઝોનમાં કરીને કરવામાં આવે છે. અને એ રોપાનું વાવેતર થાય. ત્યારબાદ વિંનતી કરવામાં આવશે કે આ રોપાનો તેનો વ્યવસ્થિત ઉછેર થાય અને ત્યારબાદ આ સાપ્લીંગનું વિતરણ કરવામાં આવશે. અત્યારે સુધી લગભગ રર હજાર જેટલા વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે તે પ્લાન્ટેશન સતત ચાલુ જ છે.
દરેક વ્યકિત એક એક વૃક્ષનું વાવેતર કરે તો રાજકોટ ગ્રીન થઇ જાય: વિજય પાડલીયા
અબતક સાથે વાચીતમાં વિજય પાડલીયાએ જણાવ્યું હતું કે રાજકોટની અંદર આજે ગ્રીન ફીલ્ડ ટ્રસ્ટ ર૦ વર્ષથી ચલાવે છે રાજકોટની અંદર જુદા જુદા વિસ્તારોમાં દર વર્ષે અલગ અલગ પ્રકારની ઔષધી અને જુદી જુદી જાતના રોપાનું વાવેતર કરી અને ઉછેરીને આ સંસ્થા દ્વારા કાર્ય કરે છે.
હવે વાત આવે કે આ વર્ષે લોકોની જાગૃતિ માટે કે જેવી જગ્યા ઘરમાં કુંડુ હોય છે બહારની બાજુએ કયારા હોય તો ત્યાં વાવેતર કરે તેની ઉછેર કરી શકીએ. તો દરેક વ્યકિત એક એક ઝાડનું વાવેતર કરે તો આ આપણું રાજકોટ ગ્રીન થઇ જાય. હવે આ રાજકોટમાં ૪૫ ડીગ્રી તાપમાન હોય છે જેનો બધા અનુભવ કરીએ છીએ જો હવે ઝાડનું વાવેતર નહીં કરીએ તો જાગૃત લોકો નહી થાય તો આથી વધારે ગરમી પડવાની શકયતા રહેશે. અને ઘરે ઘરે એસીની સુવિધાની જરુરીયાત રહેશે. અને ત્યારબાદ ઝાડ કાપીને એ.સી. ના બીલ ની ભરપાઇ કરવી પડશે. જે લાઇટનું બીલ આવે છે તે લાઇટનું બીલ નથી પણ ઝાડ કાપવાનું બીલ છે. જાણકારી મેળવવા માટે વિજય પાડલીયા તેમનો મોબાઇલ નંબર ૯૪૨૬૯ ૧૫૪૮૮ ઉપર સંપર્ક કરવાથી વધુ વિગતો મેળવી શકશો.
વન મહોત્સવમાં ર૪.૧ લાખ રોપાનું વિતરણ કરવામાં આવશે: નિરજકુમાર
ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ રાજકોટથી નિરજકુમારે અબતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હાલમાં ચોમાસાની સીઝન છે. તો આ સીઝનમાં દર વર્ષે વન મહોત્સવ ઉજવવામાં આવે છે. ત્થા પ૦૦ રોપ નું વાવેતર કરવામાં આવશે અને ર૦૦૦ રોપ નું વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ ૧૧ તાલુકા છે ત્થા ૧૧૦૦ રોપનું વાવેતર કરવામાં આવશે અને ૧૧૦૦૦ રોપનું વિતરણ કરવામાં આવશે. બધા થઇને ૨૪.૧ લાખ રોપ હાજરમાં છે. જે આ વનમહોત્સવમાં વિતરણ કરવામાં આવશે. અમુક લાકડા બાળવા માટે અમુક ખાસ પ્રકારા ઉદ્દેશ્ય માટે ઉપયોગમાં લેવાય છે. અને અમુક છાયાના ઉદ્દેશ માટે ઉપયોગમાં લેવાય છે. અને અમુક એવા પણ છે જેમ કે રાજકોટ શહેર માટે ઉપયોગમાં લેવાના અલગથી છે. ફળ આપતા હોય તેવા પણ વૃક્ષો છે પણ તેની માંગ એટલી બધી નથી હોતી. જેટલી માંગ લાંબા અને છાયો આપેતેવા વૃક્ષની હોય છે પરંતુ ફળ આપતા હોય તેવા વૃક્ષ પણ ખેડુતોને ઉપયોગમાં આવે છે. ત્યારબાદ આયુર્વેદીકમાં જોઇએ તો જે દવાઓ તરીકે ઉપયોગમાં લેવાય છે.
મુંજકા નર્સરીમાં બધી જ પ્રકારના રોપા ઉપલબ્ધ : ક્રિષ્ના ચૌહાણ
મુંજકા નર્સરી સૌરાષ્ટ્ર યુનિ. વન વિભાગ ક્રિષ્નાબેન ચૌહાણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વન રક્ષા સહાય તરીકેની કામગીરી કરે છે મુંજકા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વન વિભાગ ખાતે તેઓ ફૂલછોડ, છાયાના વૃક્ષો આયુર્વેદીક સહીતની બધી વેરાઇટીઓ રાખે છે.
જેમ કે ફળમાં દાડમ, જામફળ, સિતાફળ એવા ફળના વૃક્ષો અને છાયા વાડામાં ઝુલમહોર, પેલ્ટો, સવંત એવા બધા છોડનો સમાધશ કર્યા છે. અને ત્યારબાદ આયુર્વેદીકમાં વિકડો, અર્જુન સાદળ, બેહડા જેવા છોડનો સમાવેશ થાય છે.
શૈક્ષણીક સંસ્થાઓ કે કોઇપણ ખાનગી જગ્યાએ પર વાવવા માટે ખેડુતો વધારે પડતા ફળોનો છોડ લે છે.
છોડની મીનીમમ ૪ રૂપિયા પ્રાઇઝ હોય છે અને સૌથી મોટો છોડ ૬ ફુટનો રોપ હોય તો તેની પ્રાઇઝ ૧૦૦ રૂપિયા ટોકન દર છે હાલમાં છોડ ર૦ લાખ જેટલા તૈયાર છે. જેમાં નાના મોટા બધી જ સાઇઝનો સમાવેશ થઇ જાય છે.