કેળવણી અને વિકાસની ગતિવિધિ વધાર્યે જ છૂટકો: ઉદ્યોગો અને કૃષિક્ષેત્ર માટે આગામી સમય ગાળામાં જબરી ચેલેન્જનો સંભવ !
જીસસ ક્રાઈસ્ટના જીવનકાળથી જગતની વસ્તી એક અબજ જેટલી થતા ૧૮૫૦ વર્ષ લાગ્યા પરંતુ પછી માત્ર બીજા એક સો વર્ષમાં જ જગતની માનવ વસ્ત્રી ત્રણ અબજ જેટલી થઈ ગઈ આ વસ્તી ગુણન એટલું સ્ફોટક છે કે જગતની વસ્તી લગભગ અનેક ગણી થઈ જશે એવા વજુદ યુકત અનુમાનો છે.
૧૯૪૭-૪૮માં ભારતની માનવસ્તી લગભગ તેંત્રીસ કરોડની હતી તે ૨૦૦૦ની સાલ સુધીમાં એક અબજ થઈ એટલે કે ત્રણ ચાર દાયકા પહેલાની માનવવસ્તી જેટલી જ વસ્તી આવતા એંશી વર્ષમાં એકલા ભારતમાં જ હશે!
૧૯૬૧માં ગુજરાત રાજયની વસ્તી લગભગ તૈત્રીસ કરોડની હતી તે અત્યાર સુધીમાં એક અબજ ને પાર થઈ છે. એટલે કે ત્રણ ચાર દાયકા પહેલાની માનવ વસ્તી આવતા એંશી વર્ષમાં એકલા ભારતમાંજ હશે!
૧૯૬૧માં ગુજરાત રાજયની વસ્તી લગભગ બે કરોડની હતી તે વધીને આજે છ કરોડ ઉપરાંત થઈ ગઈ છે.
આ બધા વસ્તી વિસ્ફોટ સામે દેશ કે રાજયની પ્રાપ્ત જમીનતો તેટલી ને તેટલી જ રહી. તેમાંથી વળી રણપ્રદેશ,જળપ્રદેશ, ખારલેન્ડ તથા તદ્ન બિન ઉપજાઉ જમીન ન ગણીએ તો વધતી જતી વસ્તી સામે પ્રાપ્ય જમીન કેટલી ? જમીન તો તેટલી જ રહે અને વસ્તી વધતી જ રહે છે !
જમીન ઉપર દબાણ આમ વધતુ જ જાય છે. અને આપણે આ જ જમીન ઉપર નભતા પ્રાણીઓ તો ગણ્યાં જ નહિ. ગાય ભેંસ, બકરી, ઘેટા, ઉંટ આપણને કામ આવે તે જ પ્રાણીઓ, વિશ્ર્વ અન્ન સંસ્થા પ્રમાણે એક દુઝણા પ્રાણીનો ખોરાક બરોબર ચાર એટલે કે ૧:૪ નું પ્રમાણ થાય. જગતમાં વધુને વધુ ઢોર (તેમાંય બિન ઉત્પાદક)ની વસ્તી ભારતમાં છે. પરિણામે જમીન ઉપર દબાણ આપણે માણસની દ્રષ્ટિએ ગરીએ તેના કરતા અનેક ગણુ થાય છે.
જમીન આમ છે નહી અને છે તેના ઉપર ઉદ્યોગીકરણ તથા શહેરીકરણનું દબાણ વધતુ જ જાય છે. ગુજરાતને આજે દેશનું પ્રથમ ઔદ્યોગિક રાજય ગણાવામાં છે. ઉદ્યોગો સાથે કામદારો, અધિકારીઓ અને નિષ્ણાંતોના રહેઠાણો માટે શહેરીકરણ પણ હરણફાળ ભરે છે જ. ઘણા મોટાભગાના ઉદ્યોગો અને નિવાસ સ્થાનો સોસાયટીઓ ગઈકાલના ખષતરો અને ફળોની વાડીઓ જ હડપ કરી જાય છે. ફળદ્રુપ જમીન વળી પાછુ ઘટતી જતી ઉત્પાદન અને ઉપયોગી જમીન ઉપર દબાણ વધે જ વધેને?
છેલ્લા થોડા વર્ષથી પર્યાવરણ અને પ્રદુષણ શબ્દોના ઉપયોગનો વ્યાપ ઘણો વધ્યો છે. વિદ્યાર્થી હોય કે શિક્ષક, વૈજ્ઞાનિક હોય કે રાજકારણી બધા જ આ શબ્દોનો છૂટથી ઉપયોગ કરે છે. પ્રસાર માધ્યમ પણ તેમાંથી બાકાત નથી. રોજ સવારે દૈનિક વાંચીને કે ટીવી જો,એ પર્યાવરણ અને પ્રદુષણ વિષે કંઈ ને કંઈ હોય જ. આપણને કાંઈ લાગતુ વળગતું નથી તેમ વાંચી, થોડી ચર્ચા કરી, આધુનિક કહેવડાવવાનો પ્રયત્ન કરી, ભૂલી જતા હોઈએ તેમ લાગ્યાવિના રહેતું નથી.
વસ્તી વધારો, ઉદ્યોગીકરણ અને શહેરીકરણએ ત્રણે બાબતોનું પરિણામ પ્રદુષણ છે. એ પાયાની વાતમાં મોટાભાગની પ્રજા ઉંડી ઉતરતી નથી. એક શબ્દ છે. ઈકોલોજી, ગ્રીક શબ્દ ઓઈકોસ ઉપર્થી આ શબ્દ બન્યો છે. પૃથ્વી તે આપણું ઘર અને માણસ તો તેમાંનું એક માત્ર ઘટક, પૃથ્વી હોઈને આપણે છીએ તે પરમ સત્ય ભૂલીને આપણે લીધે પૃથ્વી છે તેવા અહં તથા તેવી ભ્રમણાએ જોર પખડતા પારાવાર મુશ્કેલીઓ સર્જાઈ છે. જે ઝાડની ડાળી ઉપર આપણે બેઠા હોઈએ તે જ ડાળી કાપીએ તે કેટલે અંશે બુધ્ધિજનક કહેવાય તે સમજવાની જરૂર છે.