પ્રદૂષણ આંતરડામાં ઉપયોગી બેકટેરીયાને મારી નાખે છે
પ્રદૂષણથી તમારૂ વજન વધી શકે છે. તેમ તાજેતરમાં થયેલા સંશોધનમાં બહાર આવ્યું છે. આ નવા સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે આપણે શ્ર્વાસમાં પ્રદૂષણ હવા લઇએ છીએ તેનાથી આપણા શરીરમાં રહેલા ઉપયોગી બેકટેરીયા મોટી સંખ્યામાં નાશ પામે છે. જેના લીધે વજન વધારાન પ્રક્રિયા ઝડપથી વધે છે, ડાયાબિટીશ થાય છે અને આંતરડાના રોગો જેવી ગંભીર બિમારી પણ વધે છે.
એન્વાયરોનમેન્ટ ઇન્સ્ટરનેશન નામના સામાયિકમાં પ્રસિઘ્ધ થયેલા અહેવાલમાં જણાવાયું છે કે પ્રથમ વખત જ એવું જાણવા મળ્યું છે કે પ્રદૂષિત હવાને આપણા શરીરમાં રહેલા ઉપયોગી બેકટેરીયાના બંધારણ અને કામગીરીમાં ફેરફાર થાય છે જેના લીધે આપણા શરીરને માઠી અરસ થાય છે.
સંશોધકોએ દક્ષિણ કેવીફોર્રિયાના રહેવાસી ૧૦૧ વર્ષના વૃઘ્ધના મળતા નમુના લીધા હતા અને તેના પૂર્ણ જીનોમની તપાસ કરવામાં આવી હતી. તેના ઘર નજીકના હવામાન ખાતાએ લીધેલા હવાના નમુના અને અગાઉના સમયમાં તેને થયેલી ઓઝોનની અસર સરખામણી કરવામાં આવી હતી. આ બન્નેની સરખામણીના સંશોધનમાં એવું જાણવા મળ્યું કે વાહનોમાં ઇંધણ બળતા હવામાં નાઇટ્રસ ઓકસાઇડનું પ્રમાણ વધે છે. અને ઓઝોન વધે છે જેના લીધે સૂર્ય પ્રકાશમાં અવરોધ ઉભો થાય છે. આથી આપણા શરીરમાં આંતરડામાં રહેલા ઉપયોગી બેકટેરીયા મોટી સંખ્યામાં નાશ પામે છે. જેના લીધે આપણને વજન વધવા, ડાયાબીટીશ અને આંતરડાના ગંભીર રોગો જેવી સમસ્યા સર્જાય છે.