સવારે મેઘાલયમાં ૨૨ ટકા અને નાગાલેન્ડમાં ૧૭ ટકા મતદાન: આસામ-નાગાલેન્ડ સરહદે બ્લાસ્ટના કારણે વાતાવરણ ડહોળાયું: જડબેસલાક સુરક્ષા-બંદોબસ્ત

નાગાલેન્ડ અને મેઘાલયમાં કડક સુરક્ષા-બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થઈ ગયું છે. ઉતર પૂર્વિય રાજયોમાં પોતાની તાકાત વધારવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું છે. બન્ને રાજયોમાં વિધાનસભાની ૬૦-૬૦ બેઠકો છે પરંતુ ૫૯-૫૯ બેઠકો પર ચૂંટણી છે. સાંજે ૪ કલાક સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. જો કે નાગાલેન્ડના કેટલાક આંતરિક જિલ્લાઓમાં મતદાન કેન્દ્રો માત્ર ૩ કલાક સુધી જ ખુલ્લા રહેશે.

ભાજપ અત્યારે આસામ, મણીપુર અને અ‚ણાચલમાં સત્તા ભોગવી રહ્યો છે. હાલ મેઘાલયમાં કોંગ્રેસ સરકાર સામે વિરોધનો વંટોળ હોવાના કારણે આ રાજયમાં ભાજપને વધુને વધુ બેઠકો મેળવવાની અપેક્ષા છે. આ ઉપરાંત મેઘાલયના મુખ્યમંત્રીને આંતરીક જૂવાદ પણ ભારે પડી રહ્યો છે. મેઘાલયમાં ૧૮ ફેબ્રુઆરીના રોજ ગારો હિલ્સ જિલ્લામાં આઈડી વિસ્ફોટમાં એનસીપીના ઉમેદવાર જોનાન સંગમાની હત્યાને લઈ વિલયનગરમાં ચૂંટણી રદ્દ કરી દેવામાં આવી છે. જયારે નાગાલેન્ડમાં એનડીપીપી પ્રમુખ નિફીયુ રીયોને ઉત્તરી અંગામી દ્વિતીય વિધાનસભા બેઠક પર બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા છે. પરિણામે બન્ને રાજયોની એક-એક બેઠક પર મતદાન ઈ રહ્યું ની.

મેઘાલયમાં કોંગ્રેસ અને ભાજપ એકબીજાના વિરોધમાં છે. કોંગ્રેસ તરફી ૫૯ ઉમેદવારો તો ભાજપ તરફી ૪૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. મેઘાલયમાં લોકસભાની પૂર્વ અધ્યક્ષ પી.એસ.સંગમાના પુત્ર કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી અને ભાજપ અલગ અલગ ચૂંટણી લડી રહ્યાં છે. આસામ અને નાગાલેન્ડની સરહદ પર મતદાન મકે બ્લાસ્ટ તાં વાતાવરણ ડહોળાયું છે.

નાગાલેન્ડમાં સ્થિતિને સુરક્ષામાં રાખવા માટે ૨૧૫૬ મતદાન મકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. સુરક્ષા તંત્રને સાબદુ લખાયું છે. નાગાલેન્ડ, આસામ સરહદે હિંસા ફાટી ન નીકળે તે માટે જડબેસલાક બંદોબસ્ત છે. છેલ્લી વિગતો મુજબ મેઘાલયમાં ૨૨ ટકા અને નાગાલેન્ડમાં ૧૭ ટકા મતદાન યું હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.