રાજકોટ જિલ્લાની પાંચ નગર પાલિકાની ચૂંટણીમાં આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે અને લોકો સવારથી જ ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચી ગયા હતા અને ધીંગુ મતદાન થઈ રહયુ છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજે જિલ્લાની પાંચ નગરપાલિકાઓની ચૂંટણીમાં જસદણ, જેતપુર – નવાગઢ, ઉપલેટા, ભાયાવદર, અને ધોરાજીની પાલિકાની કુલ ૪૨ વોર્ડની ૧૬૮ બેઠકો માટે સવારથી ૩૩૧ મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.
વધુમાં પાંચેય નગરપાલિકાઓમાં મળી ૧૨૯૩૫૬ પુરુષ મતદારો અને ૧૧૮૯૮૮ સ્ત્રી મતદાર મળી કુલ ૨૪૮૩૪૪ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, પાંચેય પાલિકામાં ૨૦૫ જેટલા મતદાન મથકો સંવેદનશીલ હોય સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે પોલીસ દ્વારા ચૂંટણી પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.