જુવાનિયાઓની નવી પેઢી રાજકીય પક્ષો માટે લાભના લાડવા

પુરુષો ૪૩.૨ કરોડ મહિલાઓને ૩૩૯૦૯ વ્યંઢળો નોંધાયા હતા. ૧૬.૬ લાખ મતદારો નવી યાદીમાં છેલ્લે જોડાયા હતા.આ વખતની ચુંટણીમાં સરકાર દ્વારા સુરક્ષા કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ માટે પોસ્ટર બેલેટ મતદાનની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.દેશભરમાં કુલ ૧૦,૩૫,૯૩૨ મતદાન બુથો, ૪.૩૬ જગ્યાએ ઉભા કરવામાં આવશે. અંદાજે કુલ મતદારોના ૧૭.૭૦ ના લેખે ૧.૬૯ કરોડ નવા મળશે.

તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેમના મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે.ચુંટણી પંચ દ્વારા ગોઠવવામાં આવેલી આ વ્યવસ્થાને અંતિમ ઓપ આપવામાં આવી રહી છે. ફેબ્રુઆરી રર ના રોજ પ્રસિઘ્ધ થયેલી અંતિમ મતદાર યાદીમાં કુલ ૮૯.૭ કરોડ મતદારો દેશભરમાં નોંધાયા છે. અને નવા યુવા મતદારોની સંખ્યા પણ ૧૦૬ કરોડ સુધી પહોંચી છે.

૨૦૧૯માં આ વખતે નવા મતદારોની સૌથી વધુ સંખ્યાનો ઉમેરો રાજસ્થાનમાં ૨૦.૩ લાખ પશ્ર્ચિમ બંગાળમાં ૨૦ લાખ યુ.પી.માં ૩.૭૬ લાખ, મઘ્યપ્રદેશમાં ૧૩.૬ લાખ, મહારાષ્ટ્રમૉ ૧૧.૯૪ લાખ મતદારો નો ઉમેરો થયો છે.પશ્ચીમ બંગાળમાં ૭૯ લાખ યુ.પી.માં ૭૩.૮ લાખ નવા મતદારોનો ઉમેરો થયો છે.

ચુંટણી પંચ દ્વારા લોકસભા અને વિધાનસભાની ચુંટણી માટે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, સિકિકમ, અરુણાચલ પ્રદેશ અનુ માર્ચ

મહીનાના પ્રથમ અઠવાડીયામાં જ ચુંટણીની જાહેરાત કરે એવું દેખાય રહ્યું છે.પશ્ચીમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, યુ.પી. અને જમ્મુ-કાશ્મીર સહીતનજા રાજયોમાં તૈયાચરીઓને અંતિમ ઓપ આપવા ગૃહમંત્રાલય દ્વારા મીટીંગોનો દોર ચલાવવામાં આવી રહ્યો છે. ૬ થી ૭ તબકકામાં યોજાનારી આ ચુંટણીમાં આ વખત ૯૦ કરોડ મતદારોમાંથી પ્રથમવાર મતદાન કરવા ઉમેરાયેલા ૨.૬ કરોડ મતદારોને લોકતંત્રમાં સામેલ થવાની પ્રથમ તક મળી રહી છે.

દેશભરમાં ચુંટણી પંચ દ્વારા કુલ ૧૦,૩૫,૯૩૨ મતદાન મથકો ઉભા કરવામાં આવશે ૪.૩૬ લાખ જગ્યાઓ ઉપર દેશભરમાં ઉભી થનારી ચુંટણીની મહાવ્યવસ્થામાં કયાંક કોઇ અવરોધ ન આવે તે માટે ચુંટણી પંચના સહયોગમાં ગૃહમંત્રાલયને સરકારના વિવિધ વિભાગો મદદરુપ થઇ રહ્યા છે. આ વખતે ચુંટણીમાં યુવા મતદારોની મોટી સંખ્યા રાજકીય પક્ષો માટે નવી વોટ બેંક તરીકે લાભના લાડવા બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.