૨૬૨ બુથ પર ૨,૩૨,૧૧૬ મતદારો કરશે મતદાન
આજે સાંજનાપાંચવાગ્યાથી બહારના પ્રચારકો વિસ્તાર છોડી દેશે
કાલે સાંજે ચૂંટણી સ્ટાફ મતદાન મથકોનો કબજો સંભાળી લેશે
જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આગામી ગુરૂવારના રોજ મતદાન હાથ ધરવામાં આવનાર છે. મતદાન પ્રક્રિયા સમયે સુરક્ષાને ધ્યાને રાખીને ૧૧૦૦ જવાનોનું અભેદ કવચ રચવામાં આવ્યું છે. ગુરૂવારે બેઠકમાં આવેલા ૨૬૨ બુથ પર ૨,૩૨,૧૧૬ મતદારો મતદાન કરશે. આજે સાંજના ૫ વાગ્યાથી બહારના પ્રચારકો વિસ્તાર છોડી દેશે તેમજ કાલે સાંજે ચૂંટણી સ્ટાફ મતદાન મથકોનો કબજો સંભાળી ચૂંટણીની કામગીરી હાથ ધરશે.
જસદણની પેટા ચૂંટણીમાં મતદારો નિર્ભિક પણે મતદાન કરી શકે અનેકાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્તનું આયોજન ઘડી કાઢ્યું છે.સમગ્ર મતદાન પ્રક્રીયામાં ૧૧૦૦ પોલીસનું કવચ ગોઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત મતદાનના દિવસે સેક્ટર પોલીસ મોબાઇલ, ઝોનલમેજીસ્ટ્રેટ અને ક્યુઆરટી પણ ગોઠવવામાં આવશે.
સુરક્ષા આયોજનની વિગતો આપતા જિલ્લા પોલીસ વડા બલરામ મિણાએકહ્યું કે, જસદણની પેટા ચૂંટણીમાં પોલીસના ૩૦૬, ગૃહ રક્ષક દળના ૩૧૧ જવાનોને ફરજ બજાવશે. જસદણના ૨૩૨૧૧૬ જેટલા મતદારો મતદાન કરવાના છે. કૂલ૧૫૯ સ્થળે ૨૬૨ બૂથ છે. જે પૈકી ૭૨ સ્થળોના ૧૨૬ બૂથમાં સુરક્ષાની વિશેષ તકેદારી રાખવાની છે. અત્યાર સુધીમાં જસદણ તાલુકામાં ૩ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યારે, ત્રણફ્લાઇંગ સ્ક્વોર્ડ, ત્રણ સ્ટેટીક સર્વેલન્સ ટીમ કાર્યરત છે.
મતદાનના દિવસે એક બિલ્ડિંગમાં એક બૂથ હોય ત્યાં એક પોલીસ અને એક હોમગાર્ડ જવાન, એક બિલ્ડિંગમાં બે બૂથ હોય તો એક પોલીસ અને બે હોમગાર્ડ, એક ઇમારતમાં ત્રણ બૂથ હોય તો એક પોલીસ અને ત્રણ હોમગાર્ડ જવાન ફરજ બજાવશે. એ પ્રકારે જો ચાર કે તેથી વધુ હોય તો બે પોલીસ અને પાંચ હોમગાર્ડને ફરજ સોંપવામાં આવી છે. આવા બૂથમાં અર્ધ લશ્કરી દળની એક હાફ સેકશન પણ તૈનાત કરવામાં આવશે. આ હાફ સેક્શનમાં જે તે અર્ધ લશ્કરી દળના નિયમો મુજબ ૮ કે ૯ જવાનો હોય છે.
કેન્દ્રીય અર્ધ લશ્કરી દળની ૬ કંપની જસદણ ખાતે ફાળવવામાંઆવી છે. આ કંપનીમાં ૫૪૦ જવાનોછે. આ કંપનીનું જસદણમાં આગમન થઇ ચૂક્યું છે. જે જસદણ ઉપરાંત ગામડામાં ફ્લેગ માર્ચ કરી રહી છે. ચૂંટણી પૂર્ણ થાય એ બાદ પાંચ કંપની રવાના થશે અને એક કંપનીને હવાલે સ્ટ્રોન્ગ રૂમ મૂકવામાં આવશે. વિશેષ વાત એ છે કે કેન્દ્રીય અનામત પોલીસ દળની એક મહિલાકંપની પણ આવી છે. એટલે મહિલા જવાનો પણ સુરક્ષામાં જોડાશે.
મતદાનના દિવસે એક સબ ઇન્સ્પેક્ટર સાથે સેક્ટર પોલીસ મોબાઇલસતત તેના વિસ્તારમાં રોન મારતી રહેશે. તેવી જ રીતે ઝોનલ મેજીસ્ટ્રેટની પણ ૨૭ ટીમ બનાવવામાં આવી છે. જ્યારે, ચાર ક્વિક રિસપોન્સ ટીમનું ગઠન કરવામાં આવ્યુંછે. ચૂંટણી વિસ્તારના જસદણ, આટકોટ,વિંછીયા અને ભાડલા પોલીસ સ્ટેશન પ્રમાણે ક્યુઆરટી બનાવવામાં આવશે. સુરક્ષાની કામગીરી મતદાનના આગલા દિવસ એટલે કે તા.૨૧થી શરૂ થઇ જશે.
આ ટીમો ઉપર જિલ્લા પોલીસ વડા ઉપરાંત બે ડીવાયએસપી કક્ષાનાઅધિકારીઓ નિરીક્ષણ કરતા રહેશે. વિશેષ તકેદારી વાળા સ્થળો ઉપર ૬ પોલીસ, ૪ હોમ ગાર્ડ અને અર્ધ લશ્કરી દળના બે હાફ સેક્શન ગોઠવવામાં આવશે. ડિસ્પેચિંગ અનેરિસિવિંગ કેન્દ્ર મોડેલ સ્કૂલ ઉપર પણ સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
જિલ્લા પોલીસ વડા મિણાએ સુરક્ષાની વિગતો આપવાની સાથે જસદણ વિસ્તારના મતદારોને નિર્ભિક પણે મતદાન કરવા પણ અપીલ કરી છે.
આ ઉપરાંત જસદણ વિધાનસભા બેઠક વિસ્તારમાં પ્રચાર-પ્રસાર માટે બહારથી આવેલા પ્રચારકોએ આજે સાંજ પછી વિસ્તાર છોડી દેવાની સુચના આપવામાં આવી છે.
જસદણ વિધાનસભા બેઠકની તા. ૨૦ના રોજ ચૂંટણી યોજાનાર છે. આથી મતદાનના ૪૮ કલાક પહેલા ૭૨- જસદણ વિધાનસભા મતદાર વિભાગનાબહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારઓ, ચૂંટણી પ્રચારકો કે જેઓ બીજા મતદાર વિભાગમાંથી આવેલ હોઇ તેઓએ ચૂંટણીના પ્રચારના અંત પછી એટલે કે આજે સાંજના ૫-૦૦ કલાક પછીથી તાત્કાલીક ધોરણે ૭૨- જસદણ વિધાનસભા મતદારવિભાગનો સમગ્ર વિસ્તાર છોડી દેવાનો રહેશે. ઉપરાંત વિવિધ હોટલો,રેસ્ટોરેન્ટો, સભાખંડો, ગેસ્ટહાઉસ,અતિથીગૃહ, વીશી અને ધર્મશાળાઓમાં ચૂંટણી પ્રચારઅર્થે બહારથી આવેલ કોઇ લોકો મતદાર વિભાગમાં રોકાય નહીં શકે તેમ ૭૨- જસદણ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત જસદણની યાદીમાં જણાવાયુ છે.