મતદાનના પ્રથમ બે કલાકમાં આંધ્રપ્રદેશમાં ૧૮ ટકા, ઓડીસામાં ૭ ટકા, પશ્ચિમ બંગાળમાં ૧૮ ટકા, છત્તીસગઢમાં ૧૦ ટકા, મણીપુરમાં ૧૫ ટકા, લક્ષદ્વીપમાં ૯.૮૩ ટકા, અરુણાચલપ્રદેશમાં ૧૩.૩ ટકા, નાગાલેન્ડમાં ૨૧ ટકા જેવું મતદાન

ઉત્તર અને દક્ષિણના રાજ્યોમાં ધીમા મતદાન અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે મતદાનથી ભાજપની આગેવાનીવાળા એનડીએને ફાયદો થવાનો રાજકીય પંડીતોનો મત

લોકસભાની ૯૧ બેઠકો પર પ્રથમ તબક્કામાં યોજાઇ રહેલ મતદાન ૪૪૩ ઉમેદવારોનું ભાવી નક્કી કરશે

લોકસભા ચૂંટણી સાથે આંધ્ર પ્રદેશની ૧૭૫, ઓડીસાની ૨૮ અને સિક્કિમની ૩૨ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન

વિશ્વની સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણ માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. દેશના ૧૮ રાજયો અને ૨ કેન્દ્ર શાસીત પ્રદેશોની ૯૧ બેઠકો સાથે આંધ્રપ્રદેશ, ઓડિસા અને સિકકીમ વિધાનસભાની ચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે. સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલા મતદાનના પ્રથમ બે કલાકમાં ૯૧માંથી મોટાભાગની બેઠકો પર ૧૦ થી ૧૫ જેટલુ મતદાન થવા પામ્યું હતુ જયારે શિક્ષીત ગણાતા પૂર્વોત્તર રાજય નાગાલેન્ડમા પ્રથમ બે કલાકમાં ૨૧ ટકા જેવું ભારે મતદાન થતા અહી ભાજપ પ્રેરિત એનડીએ માટે સારૂ વાતાવરણા મનાય રહ્યું છે.

આજે લોકસભાની ૯૧ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. તેમાં આંધ્રપ્રદેશ તમામ ૨૫ બેઠકો, અરૂણાચલ પ્રદેશની ૨ બેઠકો આસામની ૫૫ બેઠકો બિહારની ૪ બેઠકો, છતીસગઢની ૧ બેઠક, જમ્મુ અને કાશ્મીરની ૨ બેઠક, મહારાષ્ટ્રની ૭ બેઠક, મણીપૂરની ૧ બેઠક, મેઘાલયની ૨ બેઠક, મિઝોરમની, સિકકીમ-ત્રિપુરા અને નાગાલેન્ડની ૧-૧ બેઠક, ઓડીસાની ૪ બેઠકો, તેલગાંણાની ૧૭ બેઠકો, ઉત્તરપ્રદેશની ૮ બેઠકો, ઉતરાખંડની ૫ બેઠક, પશ્ર્ચિમ બંગાળની ૨ બેઠક, લક્ષદીપ અને આંદામાન અને નિકોબારની ૧-૧ બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. જયારે આંધ્રપ્રદેશ વિધાનસભાની ૧૭૫ બેઠકો ઓડીસાની ૨૮ અને સિકકીમ ૩૨ વિધાનસભાની બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે.

મતદાન પ્રારંભ થયાના બાદના પ્રથમ બે કલાકનાં પ્રાપ્ત આંકડાઓ મુજબ પશ્ર્ચિમ બંગાળમાં ૧૮.૧૦ ટકા મણીપૂરમાં ૧૫.૬૦ ટકા, છત્તીસગઢમાં ૧૪ ટકા, જમ્મુ કાશ્મીરમાં ૧૧.૪૦ ટકા, ઉતરાખંડમાં ૧૩.૩૦ ટકા, ઉત્તરપ્રદેશમાં ૧૦.૫૦ ટકા, બિહારમાં ૮ ટકા જેવું જયારે નાગાલેન્ડ સૌથી વધારે ૨૧ ટકા જેવું મતદાન નોંધાવવા પામ્યું હતુ ભારે સુરક્ષા વ્યવસ્થાવચ્ચે યોજાઈ રહેલા આ મતદાન માટે પૂર્વોતર રાજયો સહિતની અનેક બેઠકો પર મતદારોમાં મતદાન માટે ભારે ઉમળકો જોવા મળ્યો હતો. જયારે અનેક બેઠકો પર મતદારોમાં મતદાન માટે નિરસતા જોવા મળી હતી. પરંતુ બપોર બાદ મતદાન વધવાની સંભાવના ચૂંટણી વિશ્ર્લેષકો વ્યકત કરી રહ્યા છે.

લોકશાહીના મહાપર્વના પ્રથમ તબકકોની શ‚આત થઈ ચૂકી છે ત્યારે આજરોજ ૧૧ રાજય તેમજ ૨ કેન્દ્ર શાસીત પ્રદેશોમાં કુલ ૯૧ લોકસભાની બેઠકો માટે ૧૨૮૫ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. જેના માટે કુલ ૧૬૯૪૦૦ પોલીંગ બુથ રાખવામાં આવ્યા છે. આજરોજ થનારા મતદાનમાં આંધ્રપ્રદેશ માટે ૨૫ ઉમેદવારો, અ‚ણાચલ પ્રદેશ, અસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, મણીપુર, મેઘાલય, મીજોરમ, નાગાલેન્ડ, સીકીમ, તેલંગણા, ઓરીસ્સા, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, વેસ્ટ બંગાળ, લક્ષદ્વિપ અને આંદમાન નિકોબાર માટે ચૂંટણી જંગ જામી છે ત્યારે નિજામાબાદ લોકસભાની બેઠક એટલા ખાસ છે કારણ કે, ત્યાં આ વખતે ૧૮૫ ઉમેદવારો ઉભા રહ્યાં છે ત્યારે ત્યારે તેમાના ૧૭૦ માત્ર ખેડૂતો છે.

કોંગ્રેસના લીડર રેણુકા ચૌધરી, એઆઈએમઆઈએમના વડા ઓસુદ્દીન કુરેશી, રાજય કોંગ્રેસ વડા એન.ઉત્તમકુમાર રેડ્ડી તેની પુત્રી કે.ચંદ્રશેખર રાવ ચૂંટણી લડી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ૭ સીટો માટે થનાર મતદાનમાં યુનિયન મીનીસ્ટર નિતીન ગડકરીની સામે કોંગ્રેસના નાના પાટોલે, પૂર્વ ભાજપના એમ.પી. તેમજ હંસરાજ આહિર ચંદ્રપુરથી ચોથી વખત લડી રહ્યાં છે. ત્યારે બિહારના ચાર લોકસભા સીટો માટે જમુઈથી ચિરાગ પાસવાન જે એલજેપીના લીડર છે. ત્યારે નોર્થ ઈસ્ટમાં અરૂણાચલ પ્રદેશની બે સીટો માટે કિરણ રીજ્જુ અને ૫ સીટો માટે તરૂણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગોઈ ચૂંટણીના જંગમાં ઉતારી રહ્યાં છે.

છત્તીસગઢમાં કે જયાં માત્ર એક જ લોકસભાની સીટ છે તેના બસ્તર વિસ્તારમાં આતંકી હુમલાના બનાવો ન બને તેના માટે કડક સુરક્ષા પ્રબંધ કરવામાં આવ્યો છે. ત્યારે દિગ્ગજોની પ્રતિષ્ઠા ઉપર દાવ સમાન ચૂંટણી આજરોજ યોજાનાર છે. મહાપર્વના પ્રથમ તબકકામાં ૧૮ રાજય તેમજ બે કેન્દ્ર શાસીત પ્રદેશોની ચૂંટણી એકી સાથે યોજાઈ રહી છે. ત્યારે આ મહોત્સવમાં જોડાવા માટે લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. મતદારોની લાંબી લાઈનો લાગી છે અને આગામી સરકાર અને ભવિષ્યના પાંચ વર્ષની જવાબદારી આજે લોકોના મતદાન ઉપર નિર્ધારીત રહેશે. ઓડિસ્સામાંથી ૬ લાખ વોટરો મતદાન કરી રહ્યાં છે. જેમાં ૨૧૭ ઉમેદવારો છે ત્યારે ઉત્તરાખંડમાં ૫ સીટો છે. ૨૦૧૪માં પણ આ તમામ સીટો ઉપર ભાજપનું વર્ચસ્વ રહ્યું હતું ત્યારે રાજનૈતિક વાતાવરણ કઈ તરફ પલ્ટાઈ તેનો નિર્ધાર મતદાનની ટકાવારી અને પરિણામો ઉપર નિર્ધાર રાખશે.

લોકસભાની આ ચૂંટણી ભારતના ઈતિહાસમાં અનોખી સાબિત થનારી છે.આ ચૂંટણી એક જ વ્યકિતના નામ પર લડાઈ રહી છે અને તે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ ચૂંટણી વડાપ્રધાન મોદીની સાથે અને સામે તેવા રાજકીય પક્ષો વચ્ચે લડાઈ રહી છે. આ ચૂંટણી સાત તબકકામાં યોજાનારી છે. જેમાં હવે ૧૮મી એપ્રીલ, ૨૯મી એપ્રીલે, ૬ઠ્ઠી મીએ, ૧૨મી મેએ, ૧૯મી મે એ એમ કુલ છ તબકકા હજુ મતદાન થના‚ છે. આ તમામ મતદાન પૂર્ણ થયા બાદ ૨૩મી મેએ મતગણતરી યોજવામાં આવનારી છે. આ ચૂંટણીના પ્રથમ તબકકામાં આજે અનેક રાજકીય નેતાઓનાં ભાવિ ઈવીએમમાં સીલ થનાર છે.

ગડકરી, રિજિજુ, રાજુ, ઓવૈસી સહિતના નેતાઓના ભાવિ ઇવીએમમાં સીલ

આજથી પ્રારંભ થઇ ચુકયો છે ત્યારે અરૂણાચલ પ્રદેશના મોટા રાજકીય માથાઓમાં સાંસદ કિરણ રાજુ, પ્રદેશ પ્રમુખ તાણીર ગાઉ કોંગ્રેસમાંથી ઉભા છે આ સાયે મહત્વના ઉમેદવાર તરીકે ખ્યોડા ખપીક અરૂણાંચલ ક્રિશ્ર્ચિન ફોરમના પ્રમુખ મેદાનમાં છે. આંધ્રપ્રદેશના ખાસ ઉમેદવારોમાં તેલુગુદેશમ પાર્ટીના સ્થાપક એન.ટી.રામાચંન્દ્રની પુત્રી દગ્ગુબાટી યુનંદશશ્ર્વેરી કોંગ્રેસના ખન્ના લક્ષ્મી  નારાયણ, જેડીસેલમ, ગન્નુમુરી, બપ્પી રાજુ પૂર્વ સીબીઆઇ ડાયરેકટર વિવિ લક્ષ્મીનારાયણ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અશોક ગજપતિ રાજુ, કેસીનાણ શ્રીનિવાસ, અવિનાશ રેડ્ડી અને ઉઘોગપતિ પ્રસાદ પોટબોરી, આસામમાં નાણામંત્રી હેમંત વિશ્વશર્મા, મોની મદહલ મહનતા એએસએસના  સભા ગૌરવ ગોગોઇ, પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઇના પુત્ર આદિવાસી નેતા પબન્દસિંહ ઘટવાલ અને બિહારમાંથી સાંસદ સુશીલકુમાર સિંગ ભાજપ આોરંગાબાદ પૂર્વ મુખ્યમંત્રી જીતેન્દ્ર સિંગ માજી, ચિરાગ પાસવાન, છત્તીસગઢમાંથી બીજેપીના બેહુરામ કશ્યપ, દિપેક બેજ, જમ્મુ કાશ્મીરમાંથી વર્તમાન સાંસદ જુગલકિશોર શર્મા, હાજી ફારુક અહેમત મીર, રમન ભાલીયા, મોહમ્મદ અકબર લોન અને ભીમસિંહ પ્રથમ તબકકાના ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. મહારાષ્ટ્રના મંત્રી હંસરાજ આહિર, ભાજપના નીતીન ગડગરી, શીવસેનાના કૃપાલ બાલાજી, કોંગ્રસના સુરેશ નારાયણ, નાના પાટીલ, માણેકરાવ ઠાકરે, મેધાલયમાં ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ રિકમન મોમીન, સ્વબુરશુકલ, મહુલ સંગમાં મણિપુરમાંથી ભાજપના શોકપાઉ  મટે કોંગ્રેસના કેજેમ્સ, એનપીપી ના હીપગેન,  મિઝોરમમાંથી ભાજપ નિરુપમ ચમમો, મિઝોના લીલરાવ સંગા, નાગાલેન્ડમાં કોંગ્રેસના કેએલ સીસી સ્થાનીક એનડીબીએન નો એકથોમી, ઓરિસ્સાના રમેશચંદ્ર (બીજેડી) ભકત ચરણદાસ, શુપ્તગીરી ઉલકા (કોંગ્રેસ) અને ભાજપના બસંતકુમાર યંદા, જયરામ મંગી, અને બાલબચાવ માજી મેદાનમાં છે.

સિકકમમાંથી ભાજપના લતીન શેરપી અને કોંગ્રેસના ભરત બન્સેલી મેદાનમાં છે તેલંગણા માંથી અપમ્મીમના અશવદીન ઉવેશી ભાજપના પ્રદેશ પ્રમુખ જી. કિશ્ર્ચન રેડ્ડી, કોંગ્રેસના ધનાઢય ઉમેદવાર રેવાનાથ રેડ્ડી, પુનમ પ્રભાકર એ કવિતા  ચંદ્રશેખર રાવે, વિનોદકુમાર, નાગેશ અને બીબી પાટીલ, સંજીવકુમાર બલીયા, કુમાર ભાતેન્દ્રસિંંગ, રાજેન્દ્ર અગ્રવાલ, ડો. સત્યપાલ સિંગ, વી.કે.સીંગ, મહેશ શર્મા, બસપાના હાજી યાકુબ કુરેશી, હાજી ફૈજુરહમાન, હાજી હાજી યાકુબ કોંગ્રેસના ઉપપ્રમુખ ઇમરાન મસુદ, આરએલડીના અજીતસિંગ, જયંત ચોધરી સપાના તબ્બરસુમ હસન પ્રથમ તબકકામાં આજે જનાધાર મેળવશે.

ઉતરાખંડમાં ભાજપના માલ રાજીયા, લક્ષ્મી શાહ,  ખોખરીઅલ, અજય તમ્મા, કોંગ્રેસમાંથી પૂર્વ મુખ્યમંત્રી મનીષ ખંડુરી. પ્રિતમસિંઘ બંગાળમાંથી ટીએમસીના પરેશચંદ્ર, દસરથ ટીકે, આંદામાન નિકોબારથી ભાજપ પ્રમુખ વિશાલ જોબી અને કોંગ્રેસના પ્રમુખ રાજ શર્માજીટકકર થશે. લક્ષદ્રીપના ભાજપે પ્રમુખ અબ્દુલ કાદર, હાજી કોંગ્રેસના હમીદુલ્લાહ સૈયદ એ એનસીપીના મોહમ્મદ ફઝલ લોકસભાના પ્રમુખ ઉમેદવાર તરીકે આજે પ્રથમ ચરણના ઉમેદવાર તરીકે ટકરાય રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.