આજે કતલની રાત: ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર: મતદારોને મનાવવા અંતિમ ઘડી સુધી પ્રયાસો: કાલે સવારે ૮:૦૦ વાગ્યાથી મતદાનનો પ્રારંભ: ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ સહિત ૮૯ બેઠકો માટે આવતીકાલે શનિવારના રોજ મતદાન યોજાશે. કાલે સાંજે પ્રચાર-પડઘમ શાંત થતાની સાથે જ ચૂંટણી લડતા ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર શ‚ કરી દીધો છે. આજે કતલની રાત છે. મતદારોને મનાવવા માટે રાજકીય પક્ષો રાત ઉજાગરા કરી અંતિમ ઘડી સુધી મથી લેશે. આવતીકાલે સવારે ૮:૦૦ વાગ્યાથી તમામ મતદાન મથકો પર મતદાનનો પ્રારંભ થશે. આજે સવારથી ચૂંટણી સ્ટાફ અને સુરક્ષાકર્મીઓએ મતદાન મથકનો કબજો લઈ લીધો હતો. મતદારો પોતાનું મન કળવા દેતા ન હોય ઉમેદવારો અને રાજકીય પક્ષો મુંઝવણમાં મુકાઈ ગયા છે.
ગુજરાત વિધાનસભાની ૧૩મી સામાન્ય ચૂંટણી માટે બે તબકકામાં મતદાન યોજાવાનું છે. જેમાં આવતીકાલે ૯ ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨ જિલ્લાની ૫૪ બેઠકો અને દક્ષિણ ગુજરાતના ૫ જિલ્લાની ૩૫ બેઠકો સહિત કુલ ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે મતદાન યોજાશે. કાલની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, વિધાનસભાના પૂર્વ નેતા શકિતસિંહ ગોહિલ ઉપરાંત રાજય સરકારના અનેક મંત્રીઓના રાજકીય ભાવી મતદારો ઈવીએમમાં સીલ કરી દેશે. બીજા તબકકાના મતદાનમાં ૧૪ ડિસેમ્બરના રોજ રાજયના ૧૪ જિલ્લાની ૯૨ બેઠકો માટે ચૂંંટણી યોજાવાની છે જેના માટે આગામી ૧૨મી ડિસેમ્બરના રોજ પ્રચાર-પડઘમ શાંત થશે.
પ્રથમ તબકકાના મતદાનમાં કચ્છની અબડાસા, માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામ અને રાપર બેઠક માટે સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા બેઠક માટે, મોરબી જિલ્લાની મોરબી, ટંકારા અને વાંકાનેર બેઠક માટે, રાજકોટ જિલ્લાની રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ર્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી બેઠક માટે, જામનગર જિલ્લાની કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ અને જામજોધપુર બેઠક માટે, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા અને દ્વારકા બેઠક માટે, પોરબંદર જિલ્લાની પોરબંદર અને કુતિયાણા બેઠક માટે, જૂનાગઢ જિલ્લાની માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ અને માંગરોળ બેઠક માટે, ગીર-સોમનાથ જિલ્લાની સોમનાથ, તાલાલા અને કોડીનાર બેઠક માટે, અમરેલી જિલ્લાની ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા બેઠક માટે, ભાવનગર જિલ્લાની મહુવા, તળાજા, ગારીયાધાર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ર્ચિમ બેઠક માટે, બોટાદ જિલ્લાની ગઢડા અને બોટાદ બેઠક માટે, નર્મદા જિલ્લાની નાળોદ અને ડેડીયાપાળા બેઠક માટે, ભ‚ચ જિલ્લાની જંબુસર, વગરા, જગડીયા, ભ‚ચ અને અંકલેશ્ર્વર બેઠક માટે, સુરત જિલ્લાની ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કરંજ, લીંબીયાત, ઉધાના, મજુરા,કતારગામ, સુરત પશ્ર્ચિમ, ચોર્યાસી, બારડોલી અને મહુવા બેઠક માટે તાપી જિલ્લાની વ્યારા અને નિજાર બેઠક માટે ડાંગ જિલ્લાની ડાંગ બેઠક માટે, નવસારી જિલ્લાની જલાલપોર, નવસારી, ગણદેવી અને બાસંદા બેઠક માટે , વલસાડ જિલ્લાની ધરમપુર, વલસાડ, કપરવાડા અને ઉંમરગામ બેઠક માટે ચૂંટણી યોજાશે. જયારે બીજા તબકકામાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે ૧૪મી ડિસેમ્બરના રોજ મતદાન થશે બન્ને તબકકાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ ૧૮મી ડિસેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરાશે.