લોકસભા આ બીજા તબક્કામાં 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. બપોરે બે વાગ્યા સુધીમાં સરેરાશ ૪૨ ટકા મતદાન થયાના આંકડા છે.
બપોરે બે વાગ્યા સુધીમાં છત્તીસગઢની 3 બેઠકો માટે 41.83 ટકા, યુપીની 8 બેઠકો પર 37.41 ટકા, ઓડિશામાં 29.90 ટકા, તામિલનાડુમાં 30.63 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 25.85 ટકા, બિહારમાં 38.48 ટકા, કર્ણાટકમાં 32.16 ટકા, મહારાષ્ટ્રમાં 29.64 ટકા, મણિપુરમાં 47.78 ટકા અને પશ્ચિમ બંગાળમાં 44.23 ટકા તથા પુડ્ડુચેરીમાં 41.29ટકા મતદાન નોંધાયું છે.