સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આઈ.પી.એલ.માંથી લીધો સન્યાસ: હવે ટીમની કમાન તેના હાથમાં !
આઈ પી એલ ક્રિકેટ રસીકો માટે એક આચકા જનક સમાચારમાં 2023માં પોલાર્ડ આઈ પી એલમાં નહીં રમે, તેવા સંકેતો આ લીગની છેલ્લી સિઝનમાં જ મળ્યા હતા. પરંતુ હવે તેના નિવૃત્તિના સમાચાર પર સત્તાવાર મહોર મળ્યા બાદ તે સ્પષ્ટ થઈ ગયું છે કે તે આઈપીએલ 2023માં રમતા જોવા નહીં મળે.
હવે સવાલ એ છે કે, આઈપીએલમાંથી સંન્યાસ લીધા બાદ કિરોન શું કરશે ? તો તમને જણાવી દઈએ કે, તેની નવી ભુમિકા કોચની રહેશે, આઈપીએલ 2023માં તે મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ કોચની ભુમિકામાં જોવામળશે. આઈપીએલમાંથી સંન્યાસ ઇન્ડિયન પ્રીમિયર લીગમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તે મુંબઈ ઈન્ડિયન્સને જીતાડવાની ભૂમિકામાં રહેશે. તે મેચો માટે ફ્રેન્ચાઇઝીના ઉભરતા બેટ્સમેનોને તૈયાર કરશે અને આ તૈયારી માટે તેમનાથી શ્રેષ્ઠ કોઈ ન હોઈ શકે. પોલાર્ડ પાસે આઈપીએલનો અનુભવ છે. આ સિવાય તેમણે દુનિયાભરની લીગમાં પણ પોતાની તાકાત દેખાડી છે. આ અનુભવ હવે મુંબઈ ઈન્ડિયન્સ માટે કામમાં આવવાનો છે અને તે આઈપીએલનું છઠ્ઠું ટાઈટલ પણ જીતતા જોવા મળી શકે છે.
મુંબઈ ઈન્ડિયસ સાથે 13 વર્ષ સુધી રહ્યો પોલાર્ડ
પોલાર્ડ એક ઓલરાઉન્ડર ખેલાડી તરીકે મુંબઈ ઈન્ડિયન્સ સાથે છેલ્લા 13 વર્ષથી જોડાયેલ છે. આ દરમિયાન કિરોન પોલાર્ડે આઈપીએલમાં 189 મેચ રમી જેની 171ઇનિંગ્સમાં તેણે 147.32ના સ્ટ્રાઇક રેટથી 3412રન બનાવ્યા છે. પોલાર્ડે આઈપીએલમાં 16 અડધી સદી ફટકારી છે. મુંબઈ ઈન્ડિયસ માટે રમી રહેલા કિરોન પોલાર્ડની ભુમિકા ઓલરાઉન્ડરની હતી. બોલિગ સિવાય તે બેટિંગમાં પણ પોતાની તાકાત દેખાડી છે. તેણે અનેક મેચ પોતાના દમ પર મુંબઈ ઈન્ડિયન્સને જીતાડી છે. આઈપીએલમાં 189 મેચ રમી પોલાર્ડે 69 વિકેટ મુંબઈ ઈન્ડિયન્સ માટે લીધી છે. આ દરમિયાન તેમણે 44 રન આપી 4વિકેટ લઈ તેના બોલથી શાનદાર પ્રદર્શન રહ્યું છે. આઈ પી એલ માંથી નિવૃતિની જાહેરાત બાદ હવે તે કોચ તરીકે કાર્યરત બનશે.