જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. આ કહેવત ભારતમાં વર્ષોથી પ્રચલિત છે. છતાં પણ આ કહેવતનું ભારતમાં જ અનુકરણ થઈ રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણકે એક તરફ ચીન સાથે તંગદિલી ચાલી રહી છે. પ્રજામાં પણ જાગૃતિ આવી હોય ચીની વસ્તુઓનો બહિષ્કાર કરતી થઇ ગઈ હતી.
તેવામાં ભારત અને ચીન વચ્ચેના છ મહિનાના વેપારના આંકડા ચોંકાવી દયે તેવા છે. બન્ને દેશોએ માત્ર છ વર્ષમાં રૂ. 4 લાખ કરોડનો વેપાર કર્યો છે. તાજેતરમાં જ કોરોનાની અસર અને લદાખમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે પણ આટલો મોટો વેપાર થયો તે આશ્ચર્યની વાત છે.
આંકડાકીય વિગતો જોઈએ તો ભારતે ચીનમાં કરેલી નિકાસમાં વાર્ષિક 69.6 ટકાનો વધારો નોંધાયો છે. ચીનના કસ્ટમ વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ભારતે ચીનમાં કરેલી નિકાસ 14.724 અરબ ડોલરે પહોંચી છે. જ્યારે ભારતની આયાત 60. 4 ટકા વધીને 42.75 અરબ ડોલરે પહોંચી ગઈ છે.