આંગણવાડી આધુનિકરણ યોજનામાં વાંકાનેરને સરકારનો અન્યાય ! કોંગ્રેસે મૌન ધારણ કરી લેતા આશ્ર્ચર્ય
રાજ્ય સરકાર દ્વારા ગરીબ બાળકોને સુવિષ મળે તે માટે આંગણવાડી આધુનિકરણ યોજના અમલી બનાવી છે પરંતુ મોરબી જિલ્લામાં ભાજપ કોંગ્રેસના ડખ્ખામાં વાંકાનેર તાલુકાની આ યોજનામતજી બાદબાકી માટી નાખવામાં આવી છે.જો કે આ મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા અન્યાય મુદ્દે લડતના મંડાણ કરી અધિકારીઓની ભાજપ ભક્તિ ખુલ્લી પાડી છે.
જાણવા મળતી વિગતો મુજબ સરકારની અંગણવાડી આધુનિકરણ માટે દરેક આંગણવાડી દીઠ રૂપિયા ૨ લાખના ખર્ચે આધુનીકરણ કરવાની યોજના છે. જેમાં આઇસીડીએસએ મોરબી જિલ્લાના દરેક તાલુકામાંથી ૧૫-૧૫ આંગણવાડીની દરખાસ્ત મોકલવામાં આવેલ હતી, જેમાં વાંકાનેરની પણ ૧૫ આંગણવાડીનું લિસ્ટ ગયેલ હતું. પરંતુ મોરબી,ટંકારા,માળિયા,હળવદ તાલુકાની ૧૩-૧૩ આંગણવાડી મંજુર કરવામાં આવેલ અને વાંકાનેરની પ્રજા ભાજપને મત આપતી નહોય વઆકાનેર તાલુકાની આ યોજનમાંથી સમૂળગી બાદબાકી કરી નાખવામાં આવી હતી.
આ તમામ બાબત વાંકાનેર આમ આદમી પાર્ટીના ધ્યાનમાં આવતા તોફિક અમરેલીયા અને ઉસમાનગની શેરસિયા નામના કાર્યકરો દ્વારા લડત કરી પહેલા આર.ટી આઈ.થી તમામ વિગત મેળવી આ અંગે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવી જેમાં કલેકટરે આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ અધિકારીને જવાબ આપવા બોલાવ્યા તેમને જવાબમાં કહેલ કે દરેક તાલુકામાંથી ૧૫-૧૫ આંગણવાડીની દરખાસ્ત કરવામાં આવેલ જેમા મોરબી,માળિયા,ટંકારા અને હળવાદમાં ૧૩-૧૩ આંગણવાડી મંજુર કરવામાં આવેલ છે અને વાંકાનેરની એક પણ આંગણવાડીની મંજૂરી મળેલ નથી આ બાબતે તોફિક અમરેલીયાએ કલેકટરને વાંકાનેરને થયેલ અન્યાયની રજુઆત કરતા કલેક્ટરે આ જિલ્લા અધિકારીનો સ્વતંત્ર નિર્ણય છે એમ કહી ને વાતનો છેદ ઉડાવી દીધો હતો.
આશ્ચર્ય તો એ વાત નું છે કે વાંકાનેરમાં તાલુકા પંચાયતની ૨૪ માંથી ૧૭ સીટ કોંગ્રેસની છે, જિલ્લા પંચાયતની ૬માંથી ૬ બેઠકો કોંગ્રેસની છે, ધારાસભ્ય કોંગ્રેસના છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડ, સંઘ, પ્રોસેસિંગ પણ કોંગ્રેસ પાસે છે. ત્યારે ભાજપે વાંકાનેર તાલુકાના મતદારોનો તેમને મત નથી આપતા એની સજા બાળકોને આપી રહ્યું છે અને ભાજપ બ્રાન્ડ અધિકારી એમ સાથ આપી રહ્યા હોવાની છાપ ઉપસી રહી છે. જો કે હાલમાં ભાજપે સ્તન જોરે વાંકાનેર તાલુકાના બાળકોને વિકાસથી વંચિત રાખ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના યુવા આગેવાન તોફિક અમરેલીયા અને ઉસ્માનગની શેરસિયા સમગ્ર રાજકીય પક્ષપાતનો કિસ્સો બહાર લાવી બાળકોના હિતમાં લડત આપવા નક્કી કર્યું છે.