ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ વોર્ડ નં.૩માં કરાવ્યો સી.સી.રોડના કામનો પ્રારંભ
લોકોને સીધી અસર કરતા વિકાસ કામોમાં ભાજપ અને કોંગ્રેસે જાણે રાજનીતિને એકબાજુ મુકી દીધી હોય તેવો સુખદ સંજોગ આજે રચાયો હતો. શહેરના વોર્ડ નં.૩માં અલગ-અલગ વિસ્તારોમાં સી.સી.રોડના કામનો પ્રારંભ ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી અને કોંગ્રેસના કોર્પોરેટર તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કરાવ્યો હતો. વોર્ડ નં.૩માં છેવાડાના વિસ્તારમાં સંતોષીનગર શેરી નં.૧ થી ૧૬, તેમજ નારણનગર વિસ્તારના મુખ્ય રોડ તેમજ સાંકળી શેરીઓમાં રૂ.૫૩ લાખના ખર્ચે આજરોજ સી.સી.કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ અને જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા અને દિલીપભાઈ આસવાણી અને વોર્ડ પ્રમુખ હેમુભાઈ પમાર, કોંગ્રેસ આગેવાન અશોકસિંહ વાઘેલા (એડવોકેટ), વેપારી આગેવાન દિનેશભાઈ કારીયા (વોર્ડ પ્રભારી), મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કોર્પોરેટર પરેશભાઈ પીપળીયાની ઉપસ્થિતમાં કામનો પ્રારંભ કરાયો હતો. આ તકે સ્થાનિક આગેવાનો બાબુભાઈ પરેશા, લાલાભાઈ બારૈયા, વિલાસબા સોઢા, અમૃતભાઈ રાઠોડ, દેવાભાઈ ચાવડીયા, સુરેશભાઈ વકાતર, સવસીભાઈ સોનારા, સુરેશભાઈ સવારેશીયા, મુકતાબેન, ભાવનાબેન, કમળાબેન વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.