ખોડલધામ યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થાની શરૂઆત: સર્વ સમાજના વિદ્યાર્થીઓને ભણાવાશે રાજકીય પાઠ
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા રાજકીય કારકિર્દીઘ ડવા માંગતા સર્વ સમાજ અને સર્વ જ્ઞાતિના યુવાનો માટે ખોડલધામ યુવારાજ નૈતિકને તૃત્વ સંસ્થારૂપે (KYPLI) એક નવીનતમ પહેલ શરૂ કરવામાં આવી છે. જેના શુભારંભ પ્રસંગે 6 ને શનિવારના રોજ રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સેમિનારમાં ખોડલધામ યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થા કોર્ષ સહિતના વિષયોની માહિતી આપવામાં આવી હતી.
સેમિનાર કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી રમેશભાઈ ટીલાળાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાજકોટના જાણિતા જેમોલોજિસ્ટ તેજસભાઈ પંડ્યાએ ખોડલધામ યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થાની ભૂમિકા વિશે સમજ આપી હતી. ત્યારબાદ સંસ્થાના સીઈઓ પ્રશાંત હેગડે દ્વારા સમગ્ર કોર્ષની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ત્રણેય રાજકીય પાર્ટીના આગેવાનોએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. બાદમાં અધ્યક્ષ સ્થાનેથી નરેશભાઈ પટેલે સંબોધન કર્યું હતું.
ત્યારબાદ આભારવિધિ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ હર્ષદભાઈ માલાણી દ્વારા કરવામાં આવી હતી. આ સેમિનારમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ અને લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ- સોમનાથના ટ્રસ્ટીશ્રીઓ, ક્ધવીનરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજકોટ, સુરત, જૂનાગઢ, અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, વડોદરા, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, ખેડા, મહેસાણા, મહિસાગર, મોરબી, નવસારી, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાંથી સર્વ સમાજના યુવાનો સેમિનારમાં હાજરી આપવા આવ્યા હતા.
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા યોજાયેલા આ સેમિનારમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનહરભાઈ પટેલ અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાની આ નવિનતમ પહેલને બિરદાવી હતી અને આ કોર્ષમાં વધુમાં વધુ યુવાનો જોડાય તેવી અપીલ કરી હતી અને આગામી સમયમાં સંસ્થાને કોઈપણ સાથ-સહકારની જરૂર પડે તો મદદ કરવાની પણ ખાતરી આપી હતી.
ખોડલધામ સંસ્થા દ્વારા શરૂઆત
નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓની અંદર કામ કરી રહ્યું છે. ખોડલધામ સંસ્થા પણ ઘણા સમયથી ચિંતા કરી રહી હતી કે આજના યુવાનોને રાજકીય ક્ષેત્રે કેમ આગળ લાવી શકાય અને આ બન્ને સંસ્થાના વિચારથી એક થિન્ક ટેન્ક બનાવવામાં આવી. આ થિન્ક ટેન્કનું માનવું હતું કે રાજકારણ પણ એક એન્જિનિયરિંગ અને એરિથમેટિક જ છે.
તેથી બન્ને સંસ્થાએ મળીને એક પ્રયાસના ભાગરૂપે રાજકનૈતિક પાઠ ભણાવવાનો વિચાર અમલમાં મૂક્યો. જેથી સર્વ સમાજના યુવાનો આ પહેલમાં જોડાઈને એક પદ્ધતિસરનું શિક્ષણ મેળવીને રાજકારણમાં આગળ વધે.