વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે ઉત્તરપ્રદેશના સંત કબીરનગર પહોંચ્યા. અહીંયા તેમણે સંત કબીરદાસની મજાર પર ચાદર ચડાવી. તેઓ અહીંયા કબીરદાસની 500મી જયંતી પર મગહરમાં સંત કબીર એકેડેમીનો શિલાન્યાસ કરશે. 24 કરોડ રૂપિયાના ખર્ચે બનનારી આ એકેડમીમાં પાર્ક અને પુસ્તકાલય ઉપરાંત કબીર પર શોધની સંસ્થા પણ હશે.
તેઓ અહીંયા લગભગ 2.30 કલાક સુધી રહેશે. મોદી આ દરમિયાન કબીરદાસની મજાર પર ચાદર પણ ચડાવશે. માનવામાં આવી રહ્યું છે કે અહીંયા રેલી દ્વારામોદી 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશમાં બીજેપીનું મિશન શરૂ કરી શકે છે.
There are some parties which do not want peace & development but unrest. They think if there will be unrest, they will be politically benefitted. Such people are cut off from their roots. They don’t know the nature of this nation of Sant Kabir, Mahatma Gandhi & Baba Ambedkar: PM pic.twitter.com/UGddbJdtol
— ANI UP (@ANINewsUP) June 28, 2018
સમાજવાદ અને બહુજનની વાત કરનારાઓની સત્તા માટે લાલચ તમે જોઈ શકો છે, 2 દિવસ પહેલાં દેશમાં કટોકટીના સમયને 43 વર્ષ થયાં. સત્તાનું લાલચ આવું જ છે ઈમરજન્સી લગાવનારા અને તે સમયે કટોકટીનો વિરોધ કરનારાઓ સાથે આવી ગયા છે. આ સમાજ નથી માત્ર પોતાનું અને પોતાના પરિવારનું હિત જોવે છે.કેટલાંક પક્ષ માત્ર કલેશ અને રાજનીતિ જ ઈચ્છે છે.
આ પક્ષ સમાજવાદ અને બહુજન વાદના નામે ઢોંગ કરે છે. આ તે લોકો જ છે જ જેઓએ પોતાના માટે કરોડોના બંગલા બનડાવ્યાં. આવા લોકોથી યુપીના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.કેટલાંક લોકોના મન પોતાના આલીશાન બંગલાથી લાગેલુ હોય છે.આજે મહાપુરુષોના નામે રાજનીતિ થઈ રહી છે, એવાં લોકો જમીનથી અલગ થઈ ગયા છે.