ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ૩ પક્ષો દ્વારા ચૂંટણીમાં બહુમતી મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં ખુદ હાઈકમાન્ડે પ્રચાર પ્રસાર કરવાનું પોતાના હાથ પર લીધું છે. કાલે પીએમ મોદી દ્વારા સૌરાષ્ટ્રમાં સભા યોજવામાં આવી હતી ત્યારે આજ રોજ સૌરાષ્ટ્રમાં રાહુલ ગાંધીની સભા થવાની છે.
રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે આજે રાહુલ ગાંધીની સભા થવાની છે ત્યારે સભા થાય તે પહેલા જ રાજકોટમાં વિવાદ સર્જાયો છે. હેરના 150 ફૂટ રીંગ રોડ અને રેસકોર્સ હિતના વિસ્તારોમાં સરકારી તંત્રએ કોંગ્રેસના ઝંડાઓ દૂર કરી નાંખતાં માહોલ ગરમ થયો છે. તસ્વીરોમાં જોઈ શકો છો કે કોંગ્રેસના ઝંડાઓ ઉતારવામાં આવી રહ્યા છે.
રાહુલ ગાંધીની સૌરાષ્ટ્રમાં બે સભા
તમને જણાવી દઈએ કે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બે ચૂંટણીસભાને સંબોધશે. તેઓ આજે બપોરે 1.00 વાગે સુરતના મહુવામાં પાંચકાકડા ગામ અને બપોરે 3.00 વાગે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં ચૂંટણીસભાને સંબોધશે.