મતદાન પૂર્વે જ વાંસદા બેઠકના ઝરી ગામે ભાજપના ઉમેદવાર પીયૂષ પટેલ ઉપર અજાણ્યા ટોળાએ હુમલો કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ અને તેના સમર્થકો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે તેવા આક્ષેપ ભાજપના ઉમેદવારે લગાવ્યા છે.
ભાજપના ઉમેદવાર પર મતદાન પૂર્વે હુમલો થતા રાજકારણ ગરમાયું છે. ભાજપે ઉમેદવાર પ્રતાપ નગરથી વાંદરવેલા તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જરી ગામ નજીક ગાડીને અજાણ્યા લોકોએ રોકીને હુમલો કર્યો હતો.
પીયુષ પટેલ પર હુમલો થતા દોડી આવ્યા સમર્થકો
પીયુષ પટેલ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા સમર્થકો બચાવ માટે દોડી આવ્યા હતા. જેના કારણે ઘર્ષણ વધતા ટોળાએ ભાજપ ઉમેદવાર અને તેમના સમર્થકો ની કાર ઉપર હુમલો કરતા નાસભાગ થઈ હતી. પીયુષ પટેલ પર થયેલા હુમલામાં તેમને માથાના ભાગે ઈજા થઇ હતી.